Western Times News

Gujarati News

સંબંધી સાથે ભાગી ગયેલી પત્નીની પતિએ ર્નિદયતાથી કરી હત્યા

બેંગાલુરુ, સંબંધી સાથે ભાગી ગયાના થોડા દિવસ બાદ ઘરે પરત આવવાનો ઈનકાર કરનારી પત્નીના હત્યારા પતિની (૨૯) ધરપકડ કરવામાં આવી હતી. આરોપી હરીશ તુમાકુરુ જિલ્લાના મધુગિરી નજીક આવેલા ટિક્કાદલાવટ્ટા ગામનો રહેવાસી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, તેણે બુધવારે સાંજે બેંગાલુરુથી ૪૫ કિમી દૂર આવેલા ડોડબલ્લાપુર નજીકના કોલુર ગામમાં તેના ભાડાના મકાનમાં પત્ની ભારતીનું (૨૭) કથિત રીતે ગળુ દબાવ્યું હતું અને બાદમાં માથા પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટના દંપતીની પાંચ વર્ષની દીકરીની સામે બની હતી, જેને હરીશ પોતાની સાથે પોતાના ગામમાં પરત ફર્યો ત્યારે લઈ ગયો હતો.

હત્યાની ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે ભારતી ફોન કોલ રિસીવ ન કરી રહી હોવાથી ચિંતિત પ્રેમી ગંગાધરે તેના મિત્ર સુરેશને તપાસ કરવા કહ્યું હતું. સુરેશ ગામમાં ગયો હતો જ્યાં તેને ભારતીની લાશ લોહીથી લથપથથી હાલમાં મળી હતી. તેણે આ વિશે મકાનમાલિક રમણજીઅપ્પા અને પોલીસને જાણ કરી હતી.

સુરેશે ગંગાધરને પણ ભારતીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. થોડી જ મિનિટમાં ગંગાધર તેના ઘરે પહોંચ્યો હતો પરંતુ ગ્રામજનોને તેના પર શંકા જતાં રૂમમાં બંધ કરી દીધો હતો. પોલીસ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પૂછપરછ બાદ તેને લઈ ગયા હતા. ગંગાધરે તરત જ ભારતીની દીકરી પણ ગુમ હોવાનું નોંધ્યું હતું અને હત્યા તેના પતિ હરીશે કરી હોઈ શકે છે તેમ પોલીસને કહ્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમ મધુગીરી પહોંચી હતી અને હરીશની ધરપકડ કરી હતી.

જ્યાં તેણે ગુનાની કબૂલાત કરી હોવાનું કહેવામાં આવ્યું રહ્યું છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલા તેના લગ્ન ભારતી સાથે થયા હતા. ગંગાધર તેનો દૂરનો સંબંધી હતો અને બંને વચ્ચે અફેર ચાલતું હતું. હરીશને આ વાતની જાણ થતાં તેણે પત્નીને આ આડાસંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માટે સમજાવી હતી. થોડા દિવસ પહેલા હરીશ તમિલનાડુના હોસુરમાં રહેતા તેના મોટાભાઈ શેખરને મળવા માટે ગયો હતો.

ત્યારે તેની ગેરહાજરીનો ઉપયોગ કરીને ભારતી કથિત રીતે ગંગાધર સાથે ભાગી ગઈ હતી. પોતાના ગામ પહોંચ્યા બાદ હરીશને ભારતી ગુમ હોવાની જાણ થઈ હતી. તેણે ગમે તેમ કરી તેનું લોકેશન શોધ્યું હતું અને સોમવારે કોલુર પહોંચ્યો હતો. હરીશે પોલીસને કહ્યું હતું કે, ભારતી પોતાની સાથે પરત ફરે તેમ તે ઈચ્છતો હતો અને તેનું ધ્યાન રાખવાનું પણ વચન આપ્યું હતું.

પરંતુ તેણે ના પાડી હતી અને હવેથી ગંગાધર સાથે જ રહેશે તેમ કહ્યું હતું. જ્યારે તે ત્રણ દિવસ બાદ પણ પરત ન આવી તો હરીશ ગુસ્સે થયો હતો અને હત્યા કરી હતી. રમણજીઅપ્પાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હજી ૧૨ દિવસ પહેલા જ ભારતી અને ગંગાધરે તેમનું ઘર ભાડે લીધું હતું. ‘ભારતીએ અમને ગંગાધર તેનો પતિ હોવાનું જણાવ્યું હતું. તે ઘરમાં અંદર જ રહેતી હતી. અમે ભાગ્યે જ તેને બહાર જતાં જાેઈ હતી’, તેમ તેમણે ઉમેર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.