Western Times News

Gujarati News

નવી ગાડી લઈને હિમાચલ જવા નીકળેલા કચ્છી પરિવારને ટ્રીપ ભારે પડી

કચ્છી પરિવારે હિમાચલમાં ફસાયેલા ચાર દિવસ કારમાં કાઢ્યા

(એજન્સી)મુંબઈ, હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને ઠેર-ઠેર થઈ રહેલા લૅન્ડ-સ્લાઇડિંગને કારણે હિમાચલ ફરવા ગયેલા અનેક ટૂરિસ્ટો છેલ્લા ચાર-પાંચ દિવસથી હેરાન-પરેશાન થઈ ગયા છે.

દાદરના હિન્દમાતાના રહેવાસી અને ક્રૉફર્ડ માર્કેટમાં પ્રોવિઝનનો બિઝનેસ કરી રહેલા કચ્છી વીસા ઓસવાળ જૈન ૫૧ વર્ષના ધીરેન વીરા તેમના પરિવાર સાથે દાદરથી તેમની નવી કાર લઈને ૬,૦૦૦ કિલોમીટરની સફરે નીકળ્યા હતા.

જાેકે લેહથી મુંબઈ પાછા ફરતી વખતે તેમનો પરિવાર લૅન્ડ-સ્લાઇડિંગને લીધે અનેક મુસીબતોનો સામનો કરીને ગઈ કાલે મનાલીના કૅમ્પમાં પહોંચ્યો હતો. વીરા પરિવારે રવિવારથી ચાર દિવસ તો હાઇવે પર તેમની કારમાં જ વિતાવવાની નોબત આવી હતી.

આ બાબતની માહિતી આપતાં ધીરેન વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે થોડા મહિના પહેલાં કાર ડ્રાઇવ કરીને રોડ-વેથી દાદરથી ગુજરાત, રાજસ્થાન, શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને લેહ જવાનો પ્લાન બનાવ્યો ત્યારે અત્યંત ઉત્સાહમાં હતા. મારી સાથે મારી ૫૧ વર્ષની પત્ની સુનીતા, ૨૫ વર્ષની દીકરી ક્રિના અને ૨૪ વર્ષનો દીકરો શુભમ સાથે હતાં.

અમારા ચારમાંથી અમે ત્રણ જણ હું, મારી દીકરી અને મારો દીકરો ડ્રાઇવિંગ કરીએ છીએ. આથી કોઈ પણ જાતની મુસીબત વગર અમે ગુજરાત અને રાજસ્થાન ફરીને શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ ફરતાં-ફરતાં ચોથા દિવસે લેહ પહોંચી ગયાં હતાં.’

અમે શ્રીનગરથી એન્ટ્રી કરી હતી અને મનાલીથી પાછાં મુંબઈ આવવાનાં હતાં એમ જણાવીને ધીરેન શાહે કહ્યું હતું કે ‘અમે લેહથી નીકળ્યા પછી હિમાચલમાં ચારે બાજુ જાેરદાર વરસાદ હતો. આમ છતાં અમે અમારું ટ્રાવેલિંગ શાંતિથી કરી રહ્યા હતા. અમે મનાલી તરફ જવા નીકળ્યા ત્યારે પહેલાં બારાલચ્છા પાસે અમે લૅન્ડ-સ્લાઇડમાં અટવાયા,

પરંતુ અમે બધા જ કાર-ડ્રાઇવરો પથ્થરો હટાવી એમાંથી બે કલાકમાં રસ્તો કરીને બહાર નીકળી ગયા હતા. અમારી લેહની ટૂર તો આનંદમય બની હતી, પરંતુ ત્યાર પછી વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ચારે બાજુ તબાહી મચી ગઈ હતી. અમારા પ્લાન પ્રમાણે અમે બે દિવસ મનાલીમાં રોકાવાના હતા.

જાેકે રસ્તા બહુ જ ખરાબ હતા અને વરસાદ પણ જાેરદાર હતો. આથી અમે નેટવર્કમાં નહોતા. શનિવારથી અમે કોઈનો સંપર્ક કરી શક્યા નહોતા અને અમારા મુંબઈના સ્વજનો અમારો સંપર્ક કરી શકતા નહોતા.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.