Western Times News

Gujarati News

ગોવંશની હત્યા કરનાર બે આરોપીઓને નડિયાદ કોર્ટે સાત-સાત વર્ષની સજા ફટકારી

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના જૂની આમસરણ માં ત્રણ વર્ષ અગાઉ સગાઈનું પ્રસંગ હોય બિરયાની બનાવવા માટે વપરાતા મટન નું આયોજન કરવા માટે ગો વંશની હત્યા થઈ રહી હોવાની બાદની મહેમદાવાદ પોલીસને મળતા તેમણે દરોડો પાડી ગોમાસ જપ્ત કર્યું હતું.

અને આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા નડિયાદ કોટે બે આરોપીઓને કસુરવાર ઠેરવી સાત સાત વર્ષની સખત કેદની સજા તેમજ એક એક લાખ રૂપિયાનું દંડ ફડકાર્યો છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના જૂની આમસરણમાં રહેતા વારીશમીયા. અજીતમીયાં મલેક, ની સગાઈ હોય બિરયાની બનાવવાની હતી જેથી આ બિરયાની માં વપરાતું મટન ના આયોજન માટે ગો વંશ ( વાછરડું )ની હત્યા કરવામાં આવી હોવાની બાતમી મહેમદાવાદ પોલીસને મળી હતી

ગત તારીખ ૯/ ૧૨/ ૨૦૨૦ ના રોજ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો આદરોડામાં શિમ વિસ્તારમાંથી ગૌવંશ માંસના અલગ અલગ ટુકડા કરી પ્લાસ્ટીકના મીણીયા તથા એલ્યુમીનીયમની ડેગમાં મળી આશરે ૧૦૦ કિલો માંસ સાથે બે વ્યક્તિઓ પકડાઈ ગયા હતા.

જેમાં સાજીદમીયાં અનવરમીયા મલેક અને સલીમમીયાં અહેમદમીયાં પ૨મા૨, નો સમાવેશ થાય છે પોલીસે પૂછપરછ કરતા વધુ છ નામ બહાર આવ્યા હતા જેથી પોલીસે બીજા અજીતમીયાં ઈસામમીયાં મલેક, નામમીયાં હબીબમીયાં મલેક, મહેબુબમીયાં નામદારમીયાં મલેક,અબ્બાસમીયાં મી૨સાબમીયાં મલેક,

યુસુફમીયાં સુમીયાં મલેક,અને વારીશમીયાં અજીતમીયાં મલેક, તમામ રહેવાસી ઃ જુની આમસરણ,તા.મહેમદાવાદ, ની ધડપકડ કરી તેમની સામે ગુનો નોધી તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી.

પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫, ૬, ૮ તથા પશુસંરક્ષણ સુધા૨ા એમન્ડમેન્ટ બીલ ૨૦૧૭ ની કલમ ૬(એ), ૬(બી), ૮ તથા પશુ પ્રત્યેઘાતકીપણા અટકાવવાની કાયદાની કલમ ૧૧(એલ) મુજબ નો કેસ .નડીઆદના મહે.ત્રીજા એડિશ્નલ સેસન્સ જજ એસ.પી.રાહતકર ની કોર્ટમાં ચાલ્યો હતો સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર ધર્મેન્દ્ર સી. પ્રજાપતી એ કુલ ૧૨ સાહેદોના પુરાવા અનેલગભગ ૧૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા

આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોટે પશુ સંરક્ષણ અંગેના ગુનાનું વધતુ જતુ પ્રમાણ અટકાવવાની ન્યાયપાલીકાની પવિત્ર ફરજ બનતી હોય વિગેરે કારણોને ધ્યાને લઈ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૬(બી)(૧) તથા કલમ ૮(૪) મુજબના ગુનામાં આરોપી સાજીદમીયાં અનવમીયાં મલકે તથા આરોપી સલીમીયાં .

અહેમદમીયાં ૫૨મા૨ નાઓને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.૧,૦૦,૦૦૦/- દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે જ્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દો છોડી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.