Western Times News

Gujarati News

મેરી ક્રિસમસ’ ફિલ્મનાં પોસ્ટર સાથે નવી તારીખ પણ બહાર પાડવામાં આવી

મુંબઈ, બોલિવૂડ એક્ટર કેટરિના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસમસ ૨૦૨૩ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ માટે દર્શકો વધુ ઉત્સાહિત છે કારણ કે કેટરિના કૈફ અને વિજય સેતુપતિ પ્રથમ વખત એકસાથે આવી રહ્યા છે. બધાને લાંબા સમય સુધી રાહ જાેવડાવ્યા પછી, આખરે ટીમે થોડા સમય પહેલા જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.  A new date was also released along with the poster of the movie ‘Merry Christmas’

વિજય અને કેટરીનાએ સોશિયલ મીડિયા પર એકદમ નવા પોસ્ટર સાથે તારીખની જાહેરાત કરી છે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૨માં સિનેમાઘરોમાં આવવાની હતી. પરંતુ બાદમાં તેને ૨૦૨૩ સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ આખરે ૧૫મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. વિજય સેતુપતિ અને કેટરીના કૈફે બે પોસ્ટર લોન્ચ કર્યા, એક હિન્દીમાં અને બીજું તમિલમાં. બંને પોસ્ટરમાં કેટરિના અને વિજયને દેખાડવામાં આવ્યા છે. નવું પોસ્ટર વિન્ટેજ વાઇબ્સ આપી રહ્યું છે.

હિન્દી પોસ્ટરને જાેતાં ફિલ્મમાં જૂનું બોમ્બે જાેવાની આશા રાખી શકાય છે. પોસ્ટર પર ટેગલાઈન લખવામાં આવી છે, ‘રાત જિતની સંગીન હોગી, સુભહ ઉતની રંગીન હોગી’. કેટરિનાએ પોસ્ટર શેર કરીને લખ્યું કે, ‘અમે ક્રિસમસ સેલિબ્રેશનની રાહ ઓછી જાેવડાવાનો ર્નિણય લીધો છે. મેરી ક્રિસમસ ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દી વર્ઝનમાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ પણ છે, જ્યારે તમિલ વર્ઝનમાં રાધિકા સરથકુમાર, શનમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ છે.

કલાકારો અશ્વિની કાલસેકર અને રાધિકા આપ્ટે કેમિયોમાં જાેવા મળશે. અહેવાલ મુજબ, આ ક્રાઈમ થ્રિલર એક એવા ભયાનક દિવસની આસપાસ ફરશે જે કેટરિના અને વિજયની દુનિયાને બદલી નાખશે. તે નાતાલના આગલા દિવસે બનેલી એક ઘટના વિશે છે. બોલિવૂડ ડિરેક્ટર શ્રીરામ રાઘવન ક્રાઈમ થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

તેમણે સૌપ્રથમ વર્ષ ૨૦૦૪માં એક હસીના થી નામની ફિલ્મ બનાવી હતી અને પછી જ્હોની ગદ્દાર, એજન્ટ વિનોદ, બદલાપુર અને અંધાધૂન બનાવી. આ તમામ ફિલ્મો પૈકી આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ અંધાધૂન સૌથી વધારે હિટ સાબિત થઈ છે. હવે તેઓ મેરી ક્રિસમસ ફિલ્મ લઈને આવી રહ્યા છે અને ત્યાર પછી વર્ષ ૨૦૨૪માં ઈક્કિસ નામની ફિલ્મ લઈને આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.