Western Times News

Gujarati News

NDAમાં કોઈ પક્ષ નાનો કે મોટો નથીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, નવી દિલ્હીમાં એનડીએના ઘટકોની બેઠકને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ અટલ બિહારી વાજપેયીનો વારસો છે.

બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકના થોડા સમય બાદ નવી દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. એનડીએની આ મહત્વપૂર્ણ બેઠક પીએ મોદીના નેતૃત્વમાં યોજાઈ હતી જેમાં ૩૮ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

પીએમ મોદીએ કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી અને પ્રકાશ સિંહ બાદલ જેવા દિગ્ગજ નેતાઓએ એનડીએની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યોર્જ ફનાર્ન્ડિસ અને બાલ ઠાકરેએ પણ મોટી ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે એનડીએ તેની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

આગામી ૨૫ વર્ષોમાં એનડીએ એ મોટી ભૂમિકા ભજવી છે. આગામી ૨૫ વર્ષમાં એનડીએ મહત્વની ભૂમિકા ભજવશે. એનડીએના ૨૫ વર્ષ પૂરા થવા અંગે પીએમ મોદીએ કહ્યું કે એનડીએના અત્યાર સુધીના ૨૫ વર્ષની સફર સાથે બીજાે એક સંયોગ જાેડાયેલો છે. આ તે સમય છે જ્યારે દેશ આગામી ૨૫ વર્ષમાં મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પગલાં લઈ રહ્યો છે.

અમારું લક્ષ્ય વિકસિત ભારત અને આર્ત્મનિભર ભારત છે. એનડીએ વિશે જણાવતા પીએમ મોદીએ કહ્યું કે એન એટલે ન્યુ ઈન્ડિયા, ડી એટલે વિકસિત રાષ્ટ્ર, એ એટલે એસ્પિરેશન ઓફ ઈન્ડિયા. આજની તારીખમાં, યુવાનો, મહિલાઓ, મધ્યમ વર્ગના લોકો, દલિતો અને વંચિતોને એનડીએમાં વિશ્વાસ છે.

પોતાના સંબોધનમાં વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે પણ અમે ક્યારેય નકારાત્મક રાજનીતિ નથી કરી. અમે સતત સકારાત્મક રાજનીતિ કરી છે. આટલું જ નહીં, અમે વિપક્ષમાં રહીને ઘણી સરકારોનો વિરોધ કર્યો અને તેમના કૌભાંડો સામે લાવ્યા,

પરંતુ અમારા તરફથી ક્યારેય જનાદેશનો અનાદર થયો નથી કે વિદેશી દળોની મદદ લેવામાં આવી નથી. એનડીએ વિશે વિગતવાર માહિતી આપતાં પીએમ મોદીએ કહ્યું કે એન એટલે ન્યુ ઈન્ડિયા, ડી એટલે વિકસિત રાષ્ટ્ર, એ એટલે એસ્પિરેશન ઑફ ઈન્ડિયા.

આજની તારીખમાં, યુવાનો, મહિલાઓ, મધ્યમ વર્ગના લોકો, દલિતો અને વંચિતોને એનડીએમાં વિશ્વાસ છે.
દેશમાં રાજકીય ગઠબંધનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રાજકીય ગઠબંધનની લાંબી પરંપરા રહી છે, પરંતુ જે નકારાત્મકતા સાથે બને છે તે ક્યારેય સફળ થઈ શકતા નથી.

કોંગ્રેસે ૯૦ના દાયકામાં અસ્થિરતા લાવવા માટે વિવિધ પ્રકારના જાેડાણોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસે આ સમયગાળા દરમિયાન સરકારો બનાવી અને ઘણી સરકારો બગાડી. એનડીએની રચનાનો હેતુ સમજાવતા તેમણે કહ્યું કે એનડીએની રચના ૧૯૯૮માં થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.