Western Times News

Gujarati News

યુવકે માસીયાઈ ભાઈ પર કાર ચડાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો

પ્રતિકાત્મક

(એજન્સી)મહેસાણા, મહેસાણામા ટીબી રોડ પર રહેતા મુકેશજી ઠાકોરને તેની માસીનો છોકરો અમિતજી ઠાકોરે ફોન કરી હેડુઆ રોડ પર બ્રહ્માણી માતાજીના મંદિર પાસે મળવા બોલાવ્યો હતો.ત્યાં અમિતે મુકેશજી પાસે બે હજાર રૂપિયા ઉછીના માગતા મૂકેશે પૈસા નથી

એમ કહેતા અમિતજીએ પોતાની ગાડી રિવર્સ કરી એક્ટિવા પર બેસેલા મુકેશજીને ટકકર મારી ગાડી તેના પગ પર ચડાવી ફરાર થઇ ગયો હતો.સમગ્ર ઘટનામાં મુકેશજીને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહેસાણામાં નજીવી બાબતે માસીના છોકરાએ ભાઈ પર ગાડી ચડાવી હત્યા કરવાનો પ્રયાસની ઘટના સામે આવી છે.

જેમાં મહેસાણાના ટીબી રોડ પર છાપરા વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય મુકેશજી કુંવરજી ઠાકોર પોતાના ઘરે હતો એ દરમિયાન તેની માસીનો દીકરો ઠાકોર અમિતજી વિનુજીએ મુકેશને ફોન કરી હેડુઆ જવાના રોડ પર આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પાસે મળવા બોલાવ્યો હતો.

મુકેશજી ઠાકોર મંદિર પાસે પહોંચતા ત્યાં તેની માસીનો દીકરો અમિતજી પોતાની ક્રેટા ગાડી લઇને આવ્યો હતો.જ્યાં અમિતજીએ મુકેશજી પાસે ૨૦૦૦ રૂપિયા ઉછીના માગ્યા હતા અને મુકેશજી મારી પાસે પૈસા નથી એમ કહેતા અમિતજી ઉશ્કેરાઈ ગયો હતો.

સમગ્ર મામલે એક્ટિવા પર બેસેલા મુકેશજીને અમિતજી ગાડીમાં બેસી પોતાની ગાડી વડે બે વાર ટકકર મારી હતી.જ્યાં મુકેશજી રોડ પર પડી જતા અમિતજીએ પોતાની ગાડી મુકેશજીના પગ પર ચડાવી દીધી હતી.અને અમિતજીની ગાડી થાંભલે તકરતા ગાડીનું ટાયર નીકળી જતા.અમિત બાદમાં ત્યાંથી ભાગી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.