Western Times News

Gujarati News

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર માઉન્ટ આબુમાં પર્યટકોનો થઈ રહ્યો છે સતત વધારો

ચાલુ શનિ રવિમાં સહેલાણીઓથી ઉભરાતુ માઉન્ટ આબુ-વરસાદ-વાદળ-ઝરણા સાથે આહલાદાયક આનંદનો અનુભવ.

માઉન્ટ આબુ,  ઋષિઓની ભૂમિ આબુ આજકાલ પ્રકૃતિના સૌંદર્યથી ખીલી ઉઠેલ છે.દૂર દૂર થી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં નિયમિત આવી રહેલ છે અને કુદરતના ખોળે પોતાને દુનિયાના દુઃખ દર્દોથી પાર, પરમાત્મ રચનાની ગોદમાં, આનંદ શાંતિનો અનુભવ કરી રહેલ છે.

આ વર્ષે વાવાઝોડાને  કારણે ચોમાસું વહેલુ આવતા અહીં ભારે વરસાદ થવાથી અહીંના બંને ડેમ તથા નકી લેક પહેલેથી ઉભરાઈ ગયેલ અને પર્વત પર હરિયાળી છવાઈ ગયેલ તથા  આજ સુધી સતત વરસાદ ચાલુ હોવાથી અહીં રોડ પર વાદળો આવતા રહે છે અને અનેક જગ્યાએ પર્વતો પરથી પાણીના ઝરણાઓ ચાલુ જ રહે છે.

જેને રસ્તામાં પોતાનું વાહન રોકી સહલાણીઓ પરિવાર સાથે ઝરણામાં નાહવાનું ચૂકતા નથી વરસાદી ઋતુમાં ઠંડક-વાદળ-ઝરણા -હરિયાળી-પાણીના ખળખળ અવાજ વચ્ચે અહીં દરરોજ પર્યટકોનો ભારે ઘસારો ચાલુ જ રહે છે.

જેમાં ગુજરાતના પર્યટકો માઉન્ટ આબુ પર  શનિ રવિ આવી જાણે ભરપૂર થઈ જાય છે અને દુનિયાના દુઃખ-દર્દો-તનાવ ને દૂર કરવા બ્રહ્માકુમારીઝના ઓમશાંતિ ભવનમાં, પીસપાર્કના અધ્યાત્મક પ્રદર્શનમાં, ગુરુ શિખર પર તથા નકી લેક કિનારે જાણે પરમાત્મા રચનાના ખોળે પર્યટકો પોતાને આનંદિત અનુભવ કરી રહેલ છે.

બ્રહ્માકુમારીઝના શાંતિવન, જ્ઞાન સરોવર, પાંડવ ભવન ખાતે પણ હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનોની કુદરતી સૌંદર્ય વચ્ચે રાજયોગ તપસ્યાઓ પણ ચાલી રહેલ છે.જેથી વાતાવરણમાં અધ્યાત્મશક્તિ ના પ્રકંપનો સહેલાણીઓના મનને શાંત આનંદિત ખુશહાલ તનાવમુક્ત બનાવવામાં મદદ કરી રહેલ છે. ખરેખર આ સમયે પ્રકૃતિ ની ગોદમા દિવસો વિતાવતા માનવની સાચી સમજ કહેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.