Western Times News

Gujarati News

સારા અલી ખાન અમરનાથના દર્શન કરવા માટે પહોંચી

મુંબઈ, બાબા અમરનાથ યાત્રાનો સારા અલી ખાનનો વીડિયો સામે આવ્યો છે. તે શિવના દર્શન કરવા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. વીડિયોમાં તે ટ્રિપ પરથી પરત ફરી રહી છે. તે લાકડીની મદદથી સીડીઓથી નીચે ઉતરી રહી છે. તમે જાણો છો કે અમરનાથ યાત્રા આ વર્ષે તારીખ ૧ જુલાઈથી શરૂ થઈ છે. Sara Ali Khan arrives to visit Amarnath

સારા અલી ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જ્યાં તે સુંદર પહાડોની વચ્ચે પોઝ આપતી જાેવા મળી હતી. અન્ય એક તસવીરમાં તે ચાની ચૂસ્કી લેતી પણ જાેવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે ઝરા હટકે જરા બચકેમાં જાેવા મળી હતી.

જે બોક્સ ઓફિસ પર સારી સાબિત થઈ હતી. આ પહેલા તે ર્ં્‌્‌ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેસલાઇટ’માં જાેવા મળી હતી. સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રોલોજી ઇન દિનોમાં જાેવા મળશે. જ્યાં તેના સિવાય આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ લીડ રોલમાં હશે.

૭ ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે ફિલ્મ ‘કેદારનાથ’થી સારા અલી ખાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં સારા અલી ખાનની સાથે એક્ટર સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત અને સારાની જાેડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં નથી. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેનું મોત નીપજ્યું હતું.

વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાન મંદાકિની મિશ્રા’ જ્યારે સુશાંત સિંહ રાજપૂત મંસૂર ખાનના પાત્રમાં જાેવા મળ્યો હતો. ગત વર્ષે શુભમન ગિલ અને સારા અલી ખાન ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા મીડિયામાં ફેલાઈ હતી. સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યનને ડેટ કરતી હતી, તેમની લવ સ્ટોરીની શરૂઆત કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિશ કરણ’થી થઈ હતી. ત્યારબાદ તેઓ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં દેખાયા હતા.

જાે કે, ફિલ્મ રિલીઝ થાય પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સારા અલી ખાનનું નામ ઈશાન ખટ્ટર સાથે પણ ચર્ચાયું હતું. આ સિવાય સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂર સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. તેમજ વીર પહાડિયા સાથે પણ સારા અલી ખાનનું નામ ચર્ચાયું હતું. બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. જે બાદમાં ડિલીટ કરી દીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.