Western Times News

Gujarati News

NCLTએ લવાસા માટે રૂ. 1814 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી

મુંબઈ, વિદેશ જેવું સુંદર શહેર ભારતમાં બનાવવાનું સપનું બિઝનેસમેન અજીત ગુલાબચંદે સેવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં તેમણે મહારાષ્ટ્રમાં પૂણે નજીક લવાસામાં પ્લાન્ડ સિટી તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. શહેરના નિર્માણ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા. કેટલાય લોકોએ અહીં પોતાનું ઘર વસાવવા માટે રોકાણ કર્યું. NCLT has approved Rs. 1814 crore resolution plan for Lavasa

પરંતુ થોડા જ વર્ષોમાં આ પ્રોજેક્ટ ઊંધા માથે પછડાયો. ઈટલીના પોર્ટોફિનો શહેર જેવું જ શહેર અહીં ૨૫૦૦૦ એકર જમીનમાં ઊભું કરવાની કામગીરી કરવામાં આવી પરંતુ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. જમીન સંપાદન, પર્યાવરણને નુકસાન અને ભ્રષ્ટાચાર થકી મેળવેલી લોન જેવા વિવિધ કારણોસર લવાસા સિટી પ્રોજેક્ટ વિવાદમાં પણ રહ્યો. બાંધકામ બંધ થઈ જતાં મકાનો ખંડેર જેવા ભાસે છે, ટૂરિસ્ટો ખૂબ ઓછા આવતા હોવાથી ગલીઓ પણ સૂમસામ છે.

જાેકે, શુક્રવારે આવેલા એક ર્નિણયએ રોકાણકારો અને લેણદારોમાં નવી આશા જગાડી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે દેશના સૌપ્રથમ પ્રાઈવેટ હિલ સ્ટેશનને વેચાવાની મંજૂરી આપી દીધી છે. ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લવાસાને ખરીદી લેશે. લવાસા પ્રોજેક્ટને ફરીથી જીવિત કરવાનો પ્લાન ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સબમિટ કરવામાં આવ્યો હતો.

આ પ્લાનની તરફેણમાં લેણદારોએ વોટિંગ કર્યા બાદ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલે ડાર્વિનના પ્લાનને લીલી ઝંડી બતાવી છે. ૧૮૧૪ કરોડ રૂપિયામાં ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આખો પ્રોજેક્ટ ટેકઓવર કરી લીધો છે. ૮ વર્ષમાં તેઓ આ રકમ ખર્ચશે. જેમાંથી ૯૨૯ કરોડ રૂપિયા લેણદારોને ચૂકવાશે અને ૪૩૮ કરોડ રૂપિયા અહીં મકાન નોંધવનારા લોકોને ઘર તૈયાર કરી આપવા પાછળ ખર્ચાશે. ઘર ખરીદનારા ૮૩૭ લોકોનો ૪૦૯ કરોડ રૂપિયાનો દાવો મંજૂર કરવામાં આવ્યો છે.

ધિરાણકર્તાઓ અને ઓપરેશનલ ક્રેડિટર્સ સહિત દાવાની કુલ ૬,૬૪૨ કરોડ રૂપિયાની રકમ કંપની દ્વારા સ્વીકારવામાં આવી છે. રિઝોલ્યુશન પ્લાન પ્રમાણે, પર્યાવરણને લગતી મંજૂરી મળી ગયા પછીના પાંચ વર્ષમાં અહીં ઘર ખરીદનારા લોકોને મૂળ કિંમતને આધારે પૂર્ણ બાંધકામ સાથેની પ્રોપર્ટી આપી દેવાશે.

આ પ્રોજેક્ટમાં તૈયાર થયેલી પ્રોપર્ટી ખરીદવા માટે હોમબાયર્સે ડાર્વિનને એક્ચ્યુઅલ ફ્યૂચર કંસ્ટ્રક્શન કોસ્ટ ચૂકવવી પડશે. મહત્વનું છે કે, લવાસા પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં ફેલાયેલું છે. ટ્રોપિકલ ફોરેસ્ટ એરિયા માટે પ્રખ્યાત પશ્ચિમ ઘાટમાં ૩૨૫ જેટલાં લુપ્ત થવાને આરે ઊભેલા પશુ-પક્ષીઓ અને વનસ્પતિ છે છે.

આ સાઈટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જાે આપવામાં આવ્યો હોવાથી બાંધકામ પૂર્વે પર્યાવરણને લગતી મંજૂરી લેવી જરૂરી છે. લવાસા સિટી પ્રોજેક્ટનો રિવ્યૂ કર્યા પછી નવેમ્બર ૨૦૧૧માં ચોક્કસ શરતો સાથે બાંધકામની મંજૂરી પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.