Western Times News

Gujarati News

અક્ષય મહાત્રે સાથેના શ્રેણુ પરીખના સંબંધોને પરિવારે આપી લીલી ઝંડી

હવે બંને ક્યારે કરશે લગ્ન?

શ્રેણુ પરીખ ઘર એક મંદિરઃ કૃપા અગ્રેસન મહારાજ કી ના કો-એક્ટર અક્ષય મહાત્રે સાથે રિલેશનશિપમાં છે

મુંબઈ, મૈત્રીમાં લીડ રોલ પ્લે કરી રહેલી શ્રેણુ પરીખ શોના એક્સટેન્શથી હાલ ખુશ છે. ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલો આ શો જુલાઈ મહિનાના ગત અઠવાડિયે ઓફ એર થવાનો છે. પરંતુ મેકર્સે એકાએક ર્નિણય બદલી નાખ્યો. વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘જ્યારે એક્સટેન્શનના સમાચાર મળ્યા ત્યારે હું સેટ પર નહોતી, પરંતુ અમારી ટીમે તે ક્ષણનું સેલિબ્રેશન કર્યું હતું. હું ખુશ છું કારણ કે ચોમાસામાં શો બંધ થાત તો એ ખાસ કરીને ક્રૂ માટે વધારે મુશ્કેલ રહેત. Srenu Parikh in relationship with Akshay Mahatre

શો વધુ બેથી ત્રણ અઠવાડિયા ચાલશે અને જાે સારું રેટિંગ મળ્યું તો તે તેનાથી પણ આગળ ચાલી શકે છે’. શ્રેણુએ પ્રોફેશનલની સાથે-સાથે પર્સનલ લાઈફ વિશે પણ વિગતવાર વાત કરી હતી. જણાવી દઈએ કે, તે ‘ઘર એક મંદિરઃ કૃપા અગ્રેસન મહારાજ કી’ના કો-એક્ટર અક્ષય મહાત્રેને ડેટ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અક્ષય મહાત્રે સાથેના સંબંધોને જાહેર કરનાર શ્રેણુ પરીખે કહ્યું હતું કે ‘અક્ષય તેવો વ્યક્તિ છે જેની મુલાકાત તમે તમારા માતા-પિતા સાથે કરાવવાનું પસંદ કરશે.

અમે ઘણી બધી રીતે સરખા છીએ. તે જાેઈન્ટ ફેમિલીમાં મોટો થયો છે અને તે જે રીતે પરિવારના દરેક સભ્યની સંભાળ રાખે છે તે મને ગમે છે. હું અઘરી વ્યક્તિ છું, પરંતુ તે મારા નાટકોને સારી રીતે સંભાળુ છું. તે લાગણીશીલ છે અને સમજુ છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, અમને ફરીથી સાથે કામ કરવાનું ગમશે. અમારા પરિવારે એકબીજા સાથે મુલાકાત કરી લીધે છે, અમને વડીલો તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. અમે લગ્ન તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ લગ્ન ત્યારે જ કરીશું જ્યારે અમને લાગે કે અમે તૈયાર છે.

શ્રેણુ પરીખનું કહેવું છે કે, ટીવીમાં સફળતા મેળવવાનો કોઈ જ ફોર્મુલા નથી. તેણે ઉમેર્યું હતું કે ‘કોવિડ ૧૯ બાદ કંઈ જ સરળ નથી. મને લાગે છે કે ટીવી પાસે હજી પણ મિક્સ દર્શકો છે. કેટલાક લોકો એવા છે જેમને સાસુ-વહુના ડ્રામા ગમે છે. આ મીડિયમ અખતરા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ સફળતા મેળવવાની કોઈ ફોર્મુલા નથી. ટીવી મારું કમ્ફર્ટ ઝોન છે, પરંતુ હું ગુજરાતી અને હિંદી તેમ બંને ઓટીટી પ્લેટફોર્મમાં કામ કરવા માટે તૈયાર છું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે. શ્રેણુ પરીખે કહ્યું હતું કે, તે ગુજરાતી ફિલ્મો કરવા માટે પણ તૈયાર છે. ‘મેં ૨૦૧૮માં લાંબો રસ્તોથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ગુજરાતી ફિલ્મો સારું કામ કરી રહી છે. જાે સારો રોલ હશે તો હું વધુ ગુજરાતી ફિલ્મો કરવાનું પસંદ કરીશ’.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.