Western Times News

Gujarati News

અમદાવાદમાં નશામાં ધૂત ચાલકે બાકડાને ટક્કર મારી કાર પલટી

 નબીરા બેફામ

મણિનગર વિસ્તારમાં મોડી રાતે એક કાર પૂરપાટ સ્પીડમાં ચાલી રહી હતી, આ ચાલકનો કાબુ ન રહેતા કાર બાંકડા સાથે અથાડી દીધી

અમદાવાદ, હજી થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ પર નબીરાએ મોંઘીદાટ કારથી સામાન્ય લોકોને કચડીને ૧૦ લોકોના જીવ લીધાના અકસ્માતના ઘા રૂઝાયા નથી અને શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્‌યો છે. મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવીને બાંકડા સાથે અથાડી હતી. જેના કારણે આખી કાર ઊંધી થઇ ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.Ahmedabad Maninagar Accident

આ કારમાં ચારથી પાંચ લોકો પણ હોવાનું સામે આવ્યુ છે. જાેકે, કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ સ્પીડમાં આવી રહી હતી. આ ચાલકનો સ્ટિપરિંગ પર કાબુ ન રહેતા કાર બાંકડા સાથે અથાડી દીધી હતી. જેના કારણે આ કાર આખી ઊંધી થઇ ગઇ હતી.

તો બીજી બાજુ બાકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા. જાે તેઓ બાકડાથી ઉભા થવામાં થોડી પણ વાર કરતા તો વિચારી પણ ન શકાય તેવું પણ બની શકતુ હતુ. પરંતુ સદનસીબે ત્યાં બેઠેલા કોઇને પણ કોઇ ઇજા થઇ નથી. આ અકસ્માત થતાની સાથે ત્યાં સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયુ હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી.

આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા જ શહેરનાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ નજીક બનેલી આ ઘટનામાં અગાઉથી એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડમ્પર અને થાર કારની ટક્કર થઈ હતી. તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ખૂબ સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી હતી જેમાં પોલીસકર્મી સહિત ૧૦ લોકોના મોત થયા હતા.

ત્યાર બાદ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બીજા દિવસે તથ્ય પટેલને મીડિયાએ પૂછ્યું હતું કે શું તેણે કોઈ નશો કર્યો હતો? તેણે દારૂ પીધો હતો. ગાંજાે માર્યો હતો? તેણે આગલી રાત્રે કશું કર્યું હતું? તેણે કેફેમાં શું કર્યું હતું? આવા સવાલો મીડિયા દ્વારા તથ્ય પટેલને પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેણે ના પાડી હતી કે તેણે કોઈ પ્રકારનો નશો કર્યો નહોતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.