Western Times News

Gujarati News

કર્ણાટકમાં પેટા ચૂંટણી માટે મતદાનને લઇને ભારે ઉત્સુકતા

File

બેંગલોર, કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર પેટાચૂંટણીને લઇને લઇને ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ તમામ પક્ષોએ હવે મતદારોને પ્રભાવિત કરવા માટે ઘેર ઘેર જઇને પ્રચારની શરૂઆત કરી છે. પેટાચૂંટણી માટે મતદાન થયા બાદ નવમી ડિસેમ્બરના દિવસે મતગણતરી યોજાનાર છે. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પા માટે આ ચૂંટણી ખુબ મહત્વપૂર્ણછે. કારણ કે તેમની સરકારના ભાવિને પણ આ ચૂંટણી નક્કી કરી શકે છે. મંગળવારના દિવસે સાંજે છ વાગે પ્રચારનો અંત આવ્યા બાદ હવે રાજકીય પક્ષોમાં ઉત્તેજના જાવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો જીતના દાવા મતદાન પહેલા જ કરી રહ્યા છે.

પ્રચારનો અંત આવે તે પહેલા ભાજપ, કોંગ્રેસ, જેડીએસ સહિતના તમામ પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. તોફાની પ્રચારની પ્રક્રિયા ચાલી હતી. વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ અંતિમ દિવસે હુણસુરમાં કોંગ્રેસ માટે સભા કરી હતી. જેડીએસ માટે કુમારસ્વામીએ અન્યત્ર જારદાર પ્રચાર કર્યો હતો. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ પણ જારદાર પ્રચાર કર્યો હતો. યેદીયુરપ્પાએ ઉત્તર કર્ણાટકના જુદા જુદા વિસ્તારોમાં આક્રમક પ્રચાર કરીને Âસ્થતી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરવાના પ્રયાસો કર્યા હતા.

બેંગલોરની ચાર સીટો માટે પણ યેદીયુરપ્પાએ જારદાર પ્રચાર કર્યો હતો.  ગુરૂવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલનાર છે. મતગણતરી નવમી ડિસેમ્બરના દિવસે થનાર છે. તે જ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવનાર છે. પેટાચૂંટણી માટે તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. કર્ણાટકમાં સરકાર હાલમાં ખુબ કટોકટ ચાલી રહી છે. આવી Âસ્થતીમાં ૧૫ પૈકી છ કરતા વધારે સીટો જીતવા માટેની બાબત ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.