Western Times News

Gujarati News

હીરાઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો કારખાનાઓમાં કામના કલાકો ઘટ્યા

Files Photo

સુરત, સુરતમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ છે જેના કારણે ઘણા કારખાનાઓમાં સપ્તાહમાં ચારથી પાંચ દિવસ કામકાજ ચાલુ છે તો ઘણા કારખાનેદારોએ કામના કલાકમાં ઘટાડો કર્યો છે.

કોરોના બાદ સૌથી વધુ ઝડપથી બેઠો થયેલો હીરાઉદ્યોગને રશિયા અને યુક્રેનના યુધ્ધ બાદ મંદીનો સૌથી વધુ માર સહન કર્યો છે. બદલાયેલા વૈશ્વિક સમીકરણોના લીધે હીરાઉદ્યોગને બેઠો થતા કેટલો સમય લાગશે તે કોઈ કહી શકે તેમ નથી આમ છતાં આવનારા મહિને મુંબઈમાં આયોજિત ૩૯મા આઈઆઈજેએસ પ્રદર્શનથી બજાર સુધરવાનો આશાવાદ છે.

લેબગ્રોન ડાયમંડમાં સારું કામકાજ છે તો વૈશ્વિક મંદીનો મહોલ પણ હવે પૂર્ણ થાય તેવો આશાવાદ છે તેમ જીજેઈપીસીના ગુજરાત રીજનના ચેરમેન વિજય માંગુકિયાએ ટાંકયું હતું. ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી-શો મુંબઈમાં ૩ થી ૭ ઓગસ્ટ જિયો વર્લ્ડ કન્વેન્શનલ સેન્ટરમાં આઈઆઈજેએસ શો યોજાશે જેમાં મોટી સંખ્યામાં ખરીદદારો આવશે અમને આ શોની સફળતા પર બજાર સુધરવાનો આશાવાદ છે.

હીરા નિકાસકાર નિલેશભાઈ બોડકી કહે છે કે, બદલાયેલા વૈશ્વિક સમીકરણોને લીધે હીરાઉદ્યોગમાં મંદી છવાઈ છે કોરોના વખતે અમેરિકાએ તેના નાગરિકોને રોકડ સહાય આપી હતી ઘરમાં ભરાયેલા લોકોને બજાર ઉઘડતા તુરંત લકઝરીયસ પ્રોડકટ એવી જવેલરીની ખરીદી શરૂ કરતા હીરા ઉદ્યોગ ઉચકાયો હતો

રશિયા- યુક્રેનના યુદ્ધ બાદથી સૌથી વધુ મંદીનો માર લકઝરીયસ પ્રોડકટ પર દેખાયો છે. એમાય વળી રશિયા પરના પ્રતિબંધોએ બધા સમીકરણો બદલી નાખ્યા છે.

હીરાઉદ્યોગ માટે નવો પડકાર સામે આવ્યો છે. આફ્રિકાની બોત્સવાનાના સરકારે બે કેરેટથી વધુ રફ હીરા ખરીદનાર હીરાના વેપારીઓએ બોત્સાવાનામાં હીરાના એકમો શરૂ કરવાના રહેશે. આ માટે સ્થાનિકોને તાલિમ આપવાની રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.