Western Times News

Gujarati News

SC STનાં નકલી સર્ટિફિકેટનો મામલોઃ 20 યુવકોએ નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું

(એજન્સી)રાયપુર, છત્તીસગઢમાં જાતિના નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને અયોગ્ય લોકો એસસી /એસટીની અનામત નોકરીઓ મેળવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બાબતે ઘણા વિરોધ પ્રદર્શન પણ થયા છે. ત્યારે આ મુદ્દે છત્તીસગઢ વિધાનસભા બહાર વિરોધ કરવા યુવાનોએ નવો રસ્તો અપનાવ્યો છે.

અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયોના યુવાનોએ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિધાનસભા સામે નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું છે.

મળતી માહિતી અનુસાર,આશરે ૨૦ યુવાનો આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. તેઓ વિરોધ દર્શાવતા બેનર લઈને આવ્યા હતા અને નગ્ન અવસ્થામાં વિધાનસભા ભવન તરફ દોડી ગયા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે પ્રદર્શન કરનારા યુવાનોને રોકવા પોલીસે પ્રયાસ કર્યા હતા અને તેમની અટકાયત કરી હતી.

યુવાનોએ જાતિના બોગસ પ્રમાણપત્રો ધરાવતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે નગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બાબતે એસસી/એસટી કેટેગરીના ફેક કાસ્ટ સર્ટિફિકેટ સંઘર્ષ સમિતિના પ્રવક્તા વિનય કૌશલે કહ્યું કે, રાજ્યભરના લગભગ ૧૦૦ યુવાનો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના હતા. પરંતુ માત્ર બે ડઝન જેટલા જ યુવાનો આંદોલન માટે આવ્યા હતા.

કૌશલે જણાવ્યું હતું કે, કેટલાક સરકારી વિભાગોમાં સરકારી નોકરીઓ અને રાજકીય હોદ્દાઓ બંનેમાં એસસી અને એસટી અનામત કેટેગરીમાં ન હોવા છતાં હોદ્દા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતની ગંભીરતાને જાેઈને રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય કાસ્ટ વેરીફીકેશન સમિતિની રચના કરી હતી.

આ સમિતિએ કરેલી તપાસમાં ૨૦૦૦થી ૨૦૨૦ સુધીના સમયગાળાના ૭૫૮ કેસો ધ્યાને લીધા હતા. જેમાંથી જાતિના બોગસ પ્રમાણપત્ર હોય તેવા ૨૬૭ કેસોનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ સરકારે પગલાં લીધાં હતાં. જેમાં બનાવટી સર્ટિફિકેટ ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવાના આદેશો જારી કર્યા હતા.

જાેકે, કૌશલનું કહેવું એમ છે કે, પકડાયેલા મોટાભાગના અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા છે અને અન્યોએ સમિતિના અહેવાલને કોર્ટમાં પડકાર્યો છે. પરિણામે નિરાશા સાંપડી છે.કૌશલે એમ પણ દાવો કર્યો છે કે, સરકારના નિર્દેશ છતાં નકલી પ્રમાણપત્ર તૈયાર કરીને ઘણા કર્મચારીઓ બઢતી મેળવવામાં અને ઉંચા હોદ્દા જાળવવામાં સફળ રહ્યા હતા.

તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાના કારણે એસસી અને એસટીના યુવાનોમાં ભારે અસંતોષ છે. તેમણે જાતિના બોગસ પ્રમાણપત્રો આપી નોકરી મેળવવા બદલ દોષી સાબિત થયેલા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેઓ આરોપીઓને અપાયેલી સરકારી સુરક્ષા પાછી ખેંચવાની પણ માંગ કરી રહ્યા છે.

નકલી જાતિ પ્રમાણપત્રોના મુદ્દાના વિરોધને જાેતાં, તંત્ર પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરે છે કે અનામત હોદ્દાઓ જીઝ્ર/જી્‌ સમુદાયોના લાયક વ્યક્તિઓને યોગ્ય રીતે ફાળવવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.