Western Times News

Gujarati News

ABB India એ સર્વિસ કેપેસિટીને ડબલ કરતા સૌથી મોટી ડ્રાઇવ્સ સર્વિસ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું

• ગુજરાતના વડોદરામાં શરૂ થયેલી આ નવી વર્કશોપ ઈફિશિયન્ટ રીપેર અને રિકન્ડિશનિંગ ક્રિયાઓને સક્ષમ બનાવે છે, જેનાથી ઇલેક્ટ્રિકલ વેસ્ટ ઘટાડવાની સાથે ડ્રાઇવના જીવનકાળને અસરકારક રીતે વધારી શકાય છે

• કોમ્પરોહેન્સિવ ડ્રાઈવ રિસ્ટોરેશન અને રિપેર પ્રક્રિયાના માઘ્યમથીકાર્બન ઉત્સર્જન અને સમયથી પહેલા સ્ક્રેપિંગમાં નોંધપાત્રઘટાડો કરી શકાય છે.

• અત્યાધુનિક પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિસ્તૃત સેવાક્ષમતાઓથી સજ્જ વર્કશોપ સ્પેયર પાર્ટ રિપ્લેસમેન્ટથી લઈનેસોફ્ટવેર અપગ્રેડ સુધીની વિવિધ પ્રકારની સેવાઓની પ્રદાન કરેછે

એબીબી ઇન્ડિયા (ABB India) ના મોશન સર્વિસિસ ડિવીઝને પોતાની સર્વિસ ફુટ પ્રિન્ટને મજબૂત બનાવતા ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા શહેરમાં પોતાની સૌથી મોટી ડ્રાઇવ સર્વિસ વર્કશોપનો પ્રારંભ કર્યો છે.

આ નવી સુવિધા એબીબી (ABB) ની સેવા ક્ષમતામાં નોંધપાત્ર વધારોકરે છે અને બહેતર સેવાઓ પ્રદાન કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુમજબૂત બનાવશે.

વડોદરાની અત્યાધુનિક નવી વર્કશોપ એબીબી(ABB)ની ત્રીજી અને બેંગ્લોર અને ફરીદાબાદ ભારતમાં સૌથી મોટી સર્વિસ ફેસિલિટી આપનારી વર્કશોપ છે. વર્કશોપ સીમલેસ ડ્રાઈવ રિસ્ટોરેશન, રિપેર, રિકન્ડિશનિંગ અને ડ્રાઈવ એક્સચેન્જ પ્રદાન કરે છે જે ગ્રાહકોનેસમય પહેલા સ્ક્રેપિંગથી બચાવવા અને ઇલેક્ટ્રિકલ વેસ્ટ ઘટાડવાનીસાથે અદ્યતન ડ્રાઈવ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

“અમારું સ્ટેટ ઑફ ધ આર્ટ વર્કશોપ અદ્યતન ક્ષમતાઓ અને ગ્રાહક સંતોષમાટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે નવા ઉદ્યોગ ધોરણો સેટ કરે છે. અમારી વૈશ્વિકઅને સ્થાનિક સેવા નિપુણતા સાથે આ ટકાઉ અભિગમ અમને કાર્યક્ષમ અનેવિશ્વસનીય ડ્રાઇવ સર્વિસિંગ સોલ્યુશન્સ આપવા સક્ષમ બનાવે છે.

ટકાઉપણું માટે ABBની પ્રતિબદ્ધતા ડ્રાઇવ રિસ્ટોરેશન અને રિપેર પ્રક્રિયામાંપ્રતિબિંબિત થાય છે જે કાર્બન ઉત્સર્જનની બચત અને સમય પહેલા સ્ક્રેપિંગથી બચાવવામાં નોંધપાત્ર યોગદાન આપે છે.” આ અવસરે ABB ઇન્ડિયા લિમિટેડના મોશન સર્વિસિસના ડિવિઝન પ્રેસિડેન્ટ અમિત ગુપ્તાએ કહ્યું કે, “ઉત્પાદકોને જીવનકાળને વધારવાળી ઉન્નત સેવા ક્ષમતાઓની સાથે એબીબી (ABB) પોતાના ગ્રાહકોને ઓપરેશનલ પરફોર્મન્સ અને તેમનાએન્વવાર્યમેન્ટલ ગોલ બંનેને સમર્થન આપે છે. ”

અત્યાધુનિક ટેક્નોલોજી અને ESD સંરક્ષિત વાતાવરણથી સજ્જઆ વર્કશોપ ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને સ્પેર પાર્ટરિપ્લેસમેન્ટથી લઈને સોફ્ટવેર અપગ્રેડ સુધીની વિવિધ સેવાઓપ્રદાન કરે છે. સ્પેર પાર્ટ રિપ્લેસમેન્ટથી લઈને સોફ્ટવેર અપગ્રેડ સુધીગ્રાહકો ઝડપી અને ખર્ચ અસરકારક ઉકેલોથી લાભ મેળવે છે જેઑપ્ટિમાઇઝ સાધનોની કામગીરી અને સુસંગતતાને સુનિશ્ચિત કરે છે.

2022માં એક ઇન્ડિપેડેન્ટ ગ્લોબલ એન્વાર્યમેન્ટલ કન્સલ્ટન્સીએ એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, નવી ડ્રાઇવ રિપ્લેસમેન્ટનીતુલનામાં રિકન્ડિશનિંગ સેવા 80 % સુધી CO2 ઉત્સર્જનને ટાળવામાં મદદકરી શકે છે.

એક ઉદ્યોગ તરીકે પ્રથમ વર્કશોપ જે એક જ સ્થાન પર તેમજ એર અનેલિક્વિડ કૂલ્ડ મોડ્યુલ સાથે વર્કશોપ નેટવર્ક ધરાવે છે. ફૂલ-લોડ કન્ડિશન સાથે  તમામ કાર્યનું સખત પરીક્ષણ કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાનાધોરણોને સુનિશ્ચિત કરતી ઓછામાં ઓછી એક વર્ષની વોરંટી આપવામાં આવે છે.

આ ઉદ્ધાટન અવસરે ફિલ્ટ્રોનિક્સ સિસ્ટમના ડિરેક્ટર શ્રી DSW પ્રકાશ રાવે ABB ટીમને અભિનંદન આપતાં કહ્યું કે, “અમને એ વાતની ખુશી છે,  કે ABB એ ઝડપી પ્રતિસાદ સમય સુનિશ્ચિત કરવા અને બિનઆયોજિતશટડાઉનને તાત્કાલિક સંબોધવા માટે પશ્ચિમ ક્ષેત્રમાં આ સ્થાન વ્યૂહાત્મકરીતે પસંદ કર્યું છે. અમે ઉદ્યોગોને તેમના ઉદ્દેશ્યો પૂરા કરવામાં મદદ કરવામાટે સેવાઓની વિશાળ ઓફર કરીએ છીએ અને અમને આ પ્રવાસનો ભાગબનવાનો વિશેષાધિકાર મળ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.