Western Times News

Gujarati News

હૈદ્રાબાદઃ મહિલા તબીબના ચારેય બળાત્કારીઓ ઠાર

હૈદ્રાબાદની મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજારીને સળગાવી દેવાની ઘટનાના રીકન્સ્ટ્‌કશન દરમ્યાન આરોપીઓએ  પત્થરમારો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસનો ગોળીબારઃ વહેલી સવારની ઘટનાઃ દેશભરમાં  ખુશીનો માહોલઃ પોલીસની કામગીરીને બિરદાવતા નાગરીકો

(પ્રતિનિધિ દ્વારા) હૈદ્રાબાદ: હૈદ્રાબાદના નેશનલ હાઈવે નં.૪૪ પર બ્રિજની નીચે રાત્રીના સમયે દવાખાનેથી ઘરે પરત ફરતી મહિલા તબીબ પર ચાર આરોપીઓએ સામુહિક બળાત્કાર ગુજારી તેને જીવતી સળગાવી દેવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા.

પોલીસે ચારેય નરાધમોને ઝડપી લઈને ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા અને તપાસ દરમ્યાન આજે સવારે હૈદ્રાબાદ પોલીસ ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળ પર સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્‌કશન કરતા એ દરમ્યાન આરોપીઓએ પોલીસ પર પત્થરમારો કરી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે આ ચારેય આરોપીઓને ઠાર મારતા સમગ્ર દેશમાં ખુશાલીનો માહોલ જાવા મળી રહ્યો છે અને પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી છે. મહિલા તબીબના પિતાએ પોલીસની કામગીરીને બિરદાવીને તેની પુત્રીને સાચો ન્યાય મળ્યો છે એવું જણાવ્યુ છે.

આ જઘન્યકૃત્યની વિગત એવી છે કે હૈદ્રાબાદમાં તબીબ તરીકે ફરજ બજાવતી યુવતિ પોતાની ફરજ બજાવી પોતાની સ્કુટી ઉપર પરત ફરી રહી હતી ત્યારે આ દરમ્યાન હૈદ્રાબાદ નેશનલ હાઈવે ૪૪ ઉપર બ્રિજની નીચે આ યુવતિ ઉભી હતી ત્યારે અચાનક જ ચાર શખ્સો તેને ઘેરી વળ્યા હતા. અને મહિલા તબીબને પકડી રાખીને ચારેય આરોપીઓએ તેના ઉપર પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ બરબરતાપૂર્વક મહિલા તબીબને બળાત્કાર ગુજારીને જીવતી સળગાવી દીધી હતી. અને ત્યારબાદ ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા હતા. બીજે દિવસે સવારે ડોક્ટર યુવતિની શોધખોળ ચાલતી હતી

ત્યારે તેનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. અને પોલીસ તપાસમાં તેના ઉપર બળાત્કાર ગુજારાયો હોવાનું બહાર આવતા હૈદ્રાબાદ સહિત સમગ્ર દેશમાં ભારે રોષ જાવા મળતો હતો. અને ઠેર ઠેર આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવા સાથે દેખાવો થઈ રહ્યા હતા. નિર્ભયાકાંડ જેવી સ્થિતિ  દેશભરમાં જાવા મળતી હતી.

જઘન્ય કૃત્ય બાદ રાજ્ય સરકારે આ ઘટનામાં આરોપીઓને શોધી કાઢવા માં ખાસ તપાસ ટીમો રચી હતી અને તાત્કાલિક આ કેસની તપાસ શરૂ કરી થાય અને પીડિતાને ઝડપથી ન્યાય મળે એ માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી હતી. અને પોલીસે પણ દેશભરના નાગરીકોનો રોષ જાતા તાત્કાલિક સઘન તપાસ કરી બળાત્કારીઓને ઝડપી લીધા હતા. જેમાં (૧) મહમ્મ્દ આરીફ, (ર) શિવા જાલ્લુ, (૩) નવીન જાલ્લુ, (૪) ચિંત્તકુત્તા ચેન્નાકુશઉલનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતાં ચારેય આરોપીઓને પોતાનો ગુનો કબુલી લીધો હતો. રાજ્ય સરકારે આ કેસમાં ઝડપથી ચુકાદા આવે તે માટે રચેલી ફાસ્ટટ્રેક કોર્ટમાં પોલીસે ચારેય આરોપીઓને રજુ કરીને ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

તા.ર૭મી નવેમ્બરની રાત્રીએ આ ચારેય નરાધમોએ મહિલા તબીબ પર બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દીધી હતી અને બીજે દિવસે તા.ર૮મીએ મહિલા તબીબનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે ૧લી ડીસેમ્બરના રોજ આ કેસમાં ઝડપથી સુનાવણી થાય એ માટે ખાસ કોર્ટની સ્થાપના કરી હતી. બીજી બાજુ પોલીસે ચારેય નરાધમોને ઝડપી લીધા હતા. અને કોર્ટમાંથી તા.૪ થી ડીસેમ્બરે ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

IPS-V.C.Sajjanar

તપાસનીસ પોલીસ ટીમ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી હતી અને પૂછપરછ દરમ્યાન આરોપીઓએ આ જઘન્યકાંડની સમગ્ર હકીકત જણાવી હતી અને પોતે આચરેલા દુષ્કૃત્યની કબુલાત કરી હતી. પોલીસ આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે તમામ પુરાવા એકત્ર કરી રહી હતી. બીજી બાજુ દેશભરમાં આરોપીઓ પ્રત્યે ભારે રોષ જાવા મળતો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગણી સાથે દેશભરમાં કેન્ડલ માર્ચ યોજાઈ રહી હતી. પોલીસે આ ચારેય આરોપીઓની પૂછપરછ દરમ્યાન મળેલી ચોંકાવનારી વિગતોને આધારે તપાસ શરૂ કરી દીધી હતી.

ચોંકાવનારી આ ઘટનામાં દેશભરમાંથી આરોપીઓને કડક સજા કરવાની માંગણી ઉઠતા પોલીસ પણ હવે તમામ સબુતો એકત્ર કરવા લાગી હતી અને આ દરમ્યાન રીમાન્ડ પર રહેલા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી અને પોલીસ અધિકારીઓએ આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવાનો નિર્ણય લીધો હતો.નિર્ણય અનુસાર આજે સવારે પોલીસ ટીમ આ ચારેય આરોપીઓને લઈને હૈદ્રાબાદ નેશનલ હાઈવે ઉપર બ્રિજની નીચે આવેલા ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી સમગ્ર ઘટનાની જાત માહિતી મેળવી રહી હતી.

મહિલા તબીબ પર સામુહિક દુષ્કર્મ ગુજારીને તેને જીવતી સળગાવી દેવાની ઘટના બની હતી તે સ્થળ પર આજે સવારે પોલીસ ટીમ ચારેય આરોપીઓને લઈને પહોંચી હતી ત્યારે ઘટનાની જાતમાહિતી મેળવવામાં આવી રહી હતી ત્યારે આ દરમ્યાનમાં અચાનક જ ચારેય આરોપીઓએ એક સંપ થઈ પોલીસ ઉપર પત્થરમારો શરૂ કર્યો હતો અને સ્થળ પરથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતા. પોલીસે સૌ પ્રથમ આરોપીઓને નહીં ભાગવા માટે તથા સરેન્ડર થઈ જવાનું જણાવ્યુ હતુ. પરંતુ ચારેય આરોપીઓએ પોલીસ ઉપર પત્થરમારો ચાલુ રાખતા આખરે પોલીસને પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
ભાગવા માટે પત્થરમારો કરી રહેલા ચારેય આરોપીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો.

પરંતુ આરોપીઓને જાણે કોઈ ડર હોય તેમ પત્થરમારો ચાલુ રાખતા આખરે પોલીસે ચારેય આરોપીઓને ઘટનાસ્થળ પર જ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આમ, જે સ્થળે મહિલા તબીબ પર ચારેય આરોપીઓએ હેવાનિયતભર્યુ કૃત્ય આચર્યુ હતુ એ જ સ્થળ પર ચારેય આરોપીઓને આજે વહેલી સવારે પોલીસે ઠાર માર્યા છે. વહેલી સવારે આ સમાચાર વહેતા થતાં દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે અને લોકો પોલીસની આ કામગીરીને આવકારી રહ્યા છે.

પોલીસ કાર્યવાહીની કોઈ જ તપાસ ન થવી જાઈએઃ નિર્ભયાની માતા દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયા કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કેસમાં પણ દેશભરના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને આ ઘટનામાં પણ યુવતિ પર બળાત્કાર ગુજારી તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. અને તા.ર૭મી નવેમ્બરે હૈદ્રાબાદમાં મહિલા તબીબ પર સામુહિક દુષ્કૃત્ય ગુજારીને તેને જીવતી સળગાવી દેવાની ઘટના બાદ ચારેય આરોપીઓ ભાગવા જતાં તમામને ઠાર મારવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે નિર્ભયાની માતાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે પોલીસની આ કામગીરી ખુબ જ પ્રશંસનીય છે. પોલીસના હાથ બાંધવા ન જાઈએ અને આવા આરોપીઓ સામે પોલીસને છૂટો દોર આપવો જાઈએે. દેશભરમાં એન્કાઉન્ટરને લઈને કેટલાંક સ્થાપિત હિતો સવાલો ઉઠાવતા હોય છે પરંતુ આ કેસમાં પોલીસની કામગીરી સામે કોઈ જ સવાલો ઉઠવા ન જાઈએ અને એેન્કાઉન્ટરની તપાસમાં કોઈ જ તપાસ ન થવી જાઈએ.

હૈદ્રાબાદ પોલીસે ઘટનાના બીજા દિવસે જ આરોપીઓને ઝડપી લીધા હતા :

દેશભરમાં ચકચાર જગાવનાર હૈદ્રાબાદની મહિલા તબીબ પર સામુહિક દુષ્કર્મ અને જીવતી સળગાવી દેવાની ઘટનાને પગલે ભારે રોષ જાવા મળતો હતો. પોલીસ તંત્ર પણ આ ઘટનાથી હચમચી ઉઠ્યુ હતુ. અને તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓની ટીમો બનાવી હતી.

અને ર૪ કલાકમાં જ એટલે કે મહિલા તબીબનો ર૮મી ના રોજ બળેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસ ટીમે સઘન તપાસ શરૂ કરી બીજે જ દિવસે તા.ર૯મીના રોજ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ ઝડપાઈ ગયા હોવાની માહિતી મળતા જ આરોપીઓને ટોળાને હવાલે કરી દેવાની લોકોની માંગણી ઉઠી હતી. લોકોના રોષને જાતા ચારેય આરોપીઓને અજ્ઞાત સ્થળે લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તમામ આરોપીઓને ગુનાની કબુલાત કરી લેતા પોલીસ ટીમ તમામા પુરાવા એકત્ર કરવા લાગી ગઈ હતી.

મારી દિકરીને હવે સાચો ન્યાય મળ્યોઃ પીડિતાના પિતા:
નાનપણથી જ ભણવામાં હોંશિયાર મહિલા તબીબને પહેલાથી જ ડોક્ટર બનવાનું સ્વપ્ન હતુ. અને તેના માતા-પિતાએ પણ તેનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને આખરે પોતાની પુત્રી ડોક્ટર બનતા માતા-પિતા ખુબ જ ખુશ હતા. મહિલા તબીબ દવાખાનામાં ફરજ બજાવતી અને નિત્યક્રમ મુજબ ઘરે ફરતી હતી

ત્યારે તેના ઉપર ચાર આરોપીઓએ દુષ્કર્મ ગુજારી જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાથી પીડિતાના પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. અને તેઓમાં રોષ પણ જાવા મળતો હતો. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતા હતા. આ દરમ્યાનમાં આજે સવારે પોલીસે ભાગવાનો પ્રયાસ કરતાં ચારેય આરોપીઓને ઠાર કરી નાંખતા પીડિતાના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યુ હતુ કે પોલીસ ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે. અને મને ખુશી છે કે મારી પુત્રીને ખુબ જ ઝડપથી ન્યાય મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.