Western Times News

Gujarati News

કન્જક્ટિવાઇટિસને કારણે શાળા-કોલેજાેમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ૨૦ ટકાનો ઘટાડો

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં કન્જક્ટિવાઈટિસ અને સાદી ભાષામાં આંખ આવવાનો રોગ વકર્યો છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના લોકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. બાળકોમાં આ રોગ મોટા પ્રમાણમાં વકર્યો હોવાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે.

કેટલીક શાળાઓના વર્ગોમાં કન્જક્ટિવાઈટિસના કારણે બાળકોની હાજરી અડધાથી પણ ઓછી જાેવા મળી રહી છે. માત્ર શાળાઓ જ નહિ કોલેજાેમાં પણ ૧૫થી ૨૦ ટકા હાજરીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.

શાળા સંચાલકો પણ આંખમાં સહેજ પણ તકલીફ હોય તેવાં બાળકને શાળાએ ન મોકલવા સૂચના આપી રહ્યા છે. શાળાઓમાં પણ કામચલાઉ કન્જક્ટિવાઈટિસ મેડિકલ ઇમર્જન્સી કાઉન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે.

સાથે સાથે ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણથી અલગ અલગ વાહકજન્ય બીમારીઓ ઝડપથી વધી રહી છે. રોગનો વધુ પડતો ફેલાવો જાેતાં તથા રોગની ગંભીરતાને જાેતાં સરકારે પણ કોવિડકાળની જેમ જ ધન્વંતરિ રથ ઇમર્જન્સી સહાય માટે મેદાનમાં ઉતાર્યા છે.

કન્જક્ટિવાઇટિસ રોગ નાનાં બાળક, સ્કૂલ વિદ્યાર્થીમાં વધુ જાેવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર આ રોગને ફેલાતો અટકાવવા સાવચેતી એ જ સાચો ઉપાય છે અને જરા જેટલાં ચિહ્ન પણ દેખાય કે તરત તબીબની સલાહ લેવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જાે કે સરકારી હોસ્પિટલમાં જેટલી પણ સંખ્યામાં કેસ આવી રહ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલ દ્વારા આંખનાં ટીપાં તથા દવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેમાં દવા કે આંખનાં ટીપાંની કોઇ ઘટ નથી. આંખના રોગના નિષ્ણાત ડોક્ટરના મતે વડીલો કે બાળકોને ખાસ કરીને ભીડમાં જવાનું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કામચલાઉ ઉપયોગ કરવાનું ટાળવું અને સફાઈ પર ખાસ ધ્યાન આપવું.

કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી)ના કેસમાં ચિંતાજનક વધારો થતા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ અને મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી અસરગ્રસ્તોને જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લોકો જાગૃત બને એ માટે જન જાગૃતિ કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.

‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા કન્જક્ટિવાઈટિસના દર્દીને નિદાન અને નિઃશુલ્ક સારવાર, દવા આપવામાં આવી રહ્યાં છે. ‘ધન્વંતરિ રથ’ની ખાસ ઝુંબેશ દ્વારા કન્જક્ટિવાઈટિસ ફેલાતો રોકવા, ખાસ કરીને બાંધકામ સાઈટ્‌સ અને કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં ચેપ ફેલાતો અટકાવવા માટે સૂચન કરવામાં આવી રહ્યાં છે.

આ પહેલાં પણ કોવિડકાળ દરમિયાન ધન્વંતરિ રથ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને શરદી તાવ વગેરે રોગની દવા આપવામાં આવતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.