Western Times News

Gujarati News

GTUના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂંક કરવામાં આવી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતની વધુ એક મોટી અને મહત્વની યુનિવર્સિટીમાં મહિલા કુલપતિની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂંક કરવામાં આવી છે. રાજુલ ગજ્જર હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યતર છે.

રાજુલ ગજ્જર આ અગાઉ નવ મહિના સુધી કાર્યકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી હતી.

ડો. રાજુલ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ એ જ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતા હતા. તો બીજી તરફ ગવર્નમેન્ટના આ સેક્ટરને લગતા પ્રોજેક્ટમાં પણ તેઓ મદદ કરતા હતા. જે બાદ તેઓ કમિશન ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં જાેઇન્ટ ડાયરેક્ટર તરીકે જાેડાયાં હતા.

જેમાં સ્ટેટ લેવલની એન્જિનિયરિંગ કોલેજાે સાથે કામ કરવાનું બનતું હતું. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. છેલ્લા ૩૮ વર્ષથી તેઓ એન્જિનિયરિંગ વ્યવસાયમાં યોગદાન આપી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.