Western Times News

Gujarati News

ટેસ્ટ વગર ડ્રાઈવીંગ લાઈસન્સ કૌભાંડમાં ર૦થી વધુ RTO એજન્ટ ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, આરટીઓ કચેરીના બે અધિકારીઓ જ એક એજન્ટની મદદથી ડ્રાઈવીગ ટેસ્ટ વગર જ લાઈસન્સ કાઢી આપતા હતા. આ બાબતની ફરીયાદ સાયબર ક્રાઈમને મળતાં તપાસ કરી ત્રણ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસમાં ઘણી ચોકાવનારી વિગતો સામે આવી છે.

પોલીસે આરટીઓ પ્રિમાઈસીસમાં સર્ચ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા ર૦ ટાઉટ અને એજન્ટોને ઝડપી લઈ તેમની પુછપરછ શરૂ કરી છે. જાેકે ખુબજ મોટી સંખ્યામાં લોકોએ આ કૌભાંડને લાભ લઈને ટેસ્ટ વગર જ લાઈસન્સ મેળવી લીધા હતા. તેવા ર૦૦૦ અરજદારોની યાદી પોલીસે તૈયાર કરી છે.

આગામી દિવસોમાં તેમની પણ તપાસ કરવામાં આવશે.આરટીઓના એક સીનીયર ઓફીસરે સાયબર ક્રાઈમને જાણ કરી હતી કે આરટીઓમાં જ કેટલાક ઓફીસરો લાઈસન્સ માટેની સંપૂર્ણ પ્રક્રિયામાં સીસ્ટમના આઈડી પાસવર્ડ મેળવી લઈ ગોઠવણ કરી રહયા છે.

ચોકકસ એજન્ટ મારફતે આવતા અરજદારોને ડ્રાઈવીગ ટેસ્ટ કરાવ્યા વગર જ લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવી રહયા છે.જેની તપાસ કરવામાં આવે તો મોટી વિગતો સામે આવી શકે તેમ છે. પોલીસે તપાસ શરૂ કરી તો આરટીઓ ઓફીસના અધિકારીઓ સમીર રતનધારિયા ઉ.વ.૩૬,રહે. થલતેજ, જયદીપસિંહ ઝાલા ઉ.વ.૩પ

રહે. ગાંધીનગર, તેમના મળતીયા એજન્ટ ભાવીન શાહ ઉ.વ.૪૮ રહે. સેટેલાઈટની મદદથી આ કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમની ધરપકડ હતી. તેમની પુછપરછ કરતાં તેઓ ૧૦ હજાર લઈને ટેસ્ટ વગરજ લાઈસન્સ ઈશ્યુ કરી દેતા હતા.

પુછપરછ બાદ પોલીસે આરટીઓ ઓફીસમાં સર્ચ કરીને આ કૌભાંડ સાથે સંકળાયેલા ર૦ એજન્ટો અને ટાઉટોને શોધી કાઢયા હતા. તપાસમાં એવી ચોકાવનારી વિગતો સામે આવી છે. કે ર૦૦૦ લોકોએ લાઈસન્સ કઢાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે સામાન્ય નાગરીકોને લાઈસન્સ માટે અધિકારીઓ વારંવાર ધકકા ખવડાવાતા હોય છે.

અને કવેરીઓ કાઢતા હોય છે. જયારે ગાંધીનગર આરટીઓમાં તો સુરક્ષાદળોના કર્મચારીના ખોટા પુરાવાના આધારે છેક કાશ્મીરના યુવાનોના બે હજાર ડ્રાઈવીગ લાઈસન્સ ઈશ્યુ થઈ ગયા હતા. જેની તપાસ ચાલી રહી છે. જજાે કે આ પ્રકરણમાં એજન્ટો જ પકડાયા છે. હજુ અધિકારીઓની ધરપકડ થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.