Western Times News

Gujarati News

ગાડી એટલી બધી સ્પિડમાં હતી કે 6 ફૂટની દિવાલ કૂદી ગઈ (જૂઓ વિડીયો)

બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અકસ્માતનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા પણ ઉભા થઈ જશે. આ વિડીયોમાં જોવા મળે છે કે પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી.

પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી.આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.