Western Times News

Gujarati News

હૈદરાબાદઃ આરોપીઓના એનકાઉંટર બાદ  તેલંગાણા પોલીસે શું કહ્યું

નવી દિલ્હી: હૈદરાબાદની ડોકટર મહિલા પર રેપ કરનારા આરોપીઓના એનકાઉંટર બાદ  તેલંગાણા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર વી સી સજ્જનરએ જણાવ્યું હતું કે આરોપીઓએ હથિયાર ઝુંટવીને પોલીસ પર ફાયરિંગની કર્યુ હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યુ હતું.

હૈદરાબાદ કાંડના આરોપીઓએ એનકાઇન્ટર પર પોલીસ કમિશ્નર વી સી સજ્જનરને કહ્યું, ગુનેગારોના શબનો ડી.એન.એ. ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને અમે તે લોકોના બે હથિયાર પણ જપ્ત કર્યા હતા. આરોપીઓ પર આર્મસ એક્ટની ધારા હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમના સગાઓને સોંપી દેવામાં આવશે.

સજ્જનરએ જણાવ્યું હતું કે મુઠભેડના સમયગાળા દરમિયાનના આરોપીઓ  સાથે લગભગ 10 પોલિસ અધિકારીઓ આવ્યા હતા. અમે ઘટના સ્થળે પીડીતાનો સેલફોન પણ મળ્યો છે. અમને શંકા છે કે આ આરોપીઓ અન્ય ઘણાં અપરાધીક ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેની તપાસ ચાલુ છે.

હૈદ્રાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓને પોલિસ રિકંસ્ટ્રકશન માટે ઘટના સ્થળે લઈ જઈ રહી હતી તે સમયે ચારેય આરોપીઓએ ભાગવાની કોશિષ કરી હતી અને પોલિસની પાસેથી હથિયારો ઝુંટવીને ફાયરીંગ કરવાની કોશિષ પણ કરી હતી ત્યારબાદ પોલિસે એનકાઉન્ટર કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનકાઉન્ટરની ઘટના બાદ લોકો ઘટના સ્થળે ધસી ગયા હતા અને પોલિસને ફૂલોથી વધાવ્યા હતા. આ ઉપરાંત પોલિસ અધિકારીઓને ખભા પર બેસાડી તેમને શાબાસી પણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.