Western Times News

Gujarati News

એસેન્ડિયને નિટોર ઇન્ફોટેકના હસ્તાંતરણ સાથે સોફ્ટવેર પ્રોડક્ટ એન્જિનિયરીંગ અને AI ક્ષમતાઓમાં વધારો કર્યો

વડોદરા: અગ્રણી સોફ્ટવેર એન્જિનિયરીંગ સર્વિસિસ પ્રોવાઇડર એસેન્ડિયને આજે સોફ્ટવેર પ્રોડક્ટ એન્જિનિયરીંગ કંપની નિટોર ઇન્ફોટેકના હસ્તાંતરણની જાહેરાત કરી છે, જે ગ્રાહકો માટે નવી પ્રોડક્ટ્સ વિકસાવવા માટે જનરેટિલવ એઆઇ જેવી બેજોડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.  Ascendion Advances Software Product Engineering and AI Capabilitieswith Acquisition of Nitor Infotech

આ હસ્તાંતરણ ક્ષમતામાં વધારો, નવા માર્કેટ્સમાં વિસ્તરણ કરવા તથા ક્લાયન્ટ્સને સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરવા એસેન્ડિયનની વૃદ્ધિ વ્યૂહરચનાની દિશામાં એક કદમ છે. નિટોર ઇન્ફોટેક એસેન્ડિયનમાં 700થી વધુ કર્મચારીઓ લાવે છે

તેમજ જનરેટિવ એઆઇમાં તેની નિપૂંણતા એસેન્ડિયનને તેના ક્લાયન્ટ્સને વધુ ઇનોવેટિવ અને અદ્યતન ઉકેલો ડિલિવર કરવામાં મદદ કરશે. નિટોરની ડોમેનમાં ક્ષમતાઓ અને ક્લાયન્ટ્સ સાથેના સંબંધો દ્વારા આ હસ્તાંતરણ હેલ્થ-ટેક, રિટેઇલ-ટેક અને સપ્લાય ચેઇન-ટેક ઇન્ડસ્ટ્રીઝ ઉપર એસેન્ડિયનનું ફોકસ વધુ મજબૂત કરશે.

એસેન્ડિયનના સીઇઓ કાર્તિક (કેકે) ક્રિષ્નામૂર્તિએ કહ્યું હતું કે, “એસેન્ડિયન દ્વારા નિટોર ઇન્ફોટેકનું હસ્તાંતરણ ક્લાયન્ટની ઉત્પાદકતા અને વૃદ્ધિને વેગ આપવા સોફ્ટવેરની ક્ષમતાનો ઉપયોગ કરવામાં લીડર બનવાની દિશામાં અમારું વધુ એક કદમ છે. નિટોર ઇન્ફોટેક એસેન્ડિયન સાથે એકદમ સુસંગત છે

કારણકે અમે સોફ્ટવેર એન્જિનિયરીંગ, રિયલ-વર્લ્ડ જનરેટિવ એઆઇ સોલ્યુશન્સ અને ડિજિટલ ઇનોવેશન બાબતે એકદમ સંરેખિત છીએ. બંન્ને કંપનીઓના ડીએનએમાં એન્જિનિયરીંગ છે તથા એઆઇ સંબંધિત એઆઇ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિટોર ઇન્ફોટેક સોફ્ટવેર એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી એડવાઇઝરી સાથે ડિજિટલ પ્રોડક્ટ્સ વિકસાવીને 60થી વધુ ક્લાયન્ટ્સને ઇનોવેટ અને આવકમાં વૃદ્ધિ માટે મદદ કરી રહ્યું છે.

નિટોર ઇન્ફોટેક જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક સમર્પિત ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલન્સ પણ લાવે છે. સેન્ટર ડીપલર્નિંગ મોડલ્સ, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને પ્રોબેબિલિસ્ટિક પ્રોગ્રામિંગના વિકાસ કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરે છે..

નિટોર ઇન્ફોટેકના સીઇઓ સંજીવ ફડણવીસે કહ્યું હતું કે, “અમે  એસેન્ડિયન કંપની બનતા ઉત્સાહિત છીએ. એસેન્ડિયન એક મજબૂત સંસ્કૃતિ અને મૂલ્યો ધરાવતું આધુનિક સોફ્ટવેર એન્જિનિયરિંગ લીડરછે, જે અમેનિટોર ઇન્ફોટેકમાં બનાવ્યું છે તથા તેના માટે સંપૂર્ણ રીતે સંરેખિત છે.

એસેન્ડિયનમાં જોડાવાથી ગ્રાહકોને વિસ્તૃત મૂલ્ય દરખાસ્ત સાથે સેવા આપવા માટે અમારી ક્ષમતાઓમાં વધારો થશે.  GenAI  સક્ષમ ટેક્નોલોજીની શક્તિ દ્વારા અમારી પાસે એક સાથે પ્રોડક્ટ  એન્જિનિયરિંગ વિશ્વનું નેતૃત્વક રવાની તક છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.