Western Times News

Gujarati News

સોપોર અને કિશ્તવાડમાં હિઝબુલ આતંકીઓના પરિવારે લહેરાવ્યો તિરંગો

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી

સોપોરમાં આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પણ તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે કિશ્તવાડમાં મુદસિર હુસૈનના પિતાએ આમાં ભાગ લીધો હતો

જમ્મુ, સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી છે. હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓના પરિવારોએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો. ઉત્તર કાશ્મીરના સોપોરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. તો જમ્મુના કિશ્તવાડમાં આતંકી મુદસ્સિર હુસૈનના પરિવારે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. Family of Hizbul terrorists hoisted tricolor in Sopore and Kishtwar

સાથે જ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, તેમના દીકરાને શોધી કાઢવામાં આવે. જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. જાવેદ હિઝબુલ મુઝાહિદ્દીનનો સક્રીય આતંકી છે. તે આમ તો હાલ પાકિસ્તાનમાં છે. છેલ્લાં ૧૧ વર્ષથી તે પાકિસ્તાનમાં સક્રીય છે. આ સિવાય ડલ લેકથી લઈને લાલ ચોક સુધી દેશભક્તિના રંગમાં ઘાટી રંગાયેલી જાેવા મળી હતી. કાશ્મીરમાં પણ તિરંગા રેલી યોજાઈ હતી.

હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી મુદસ્સિર હુસૈનના પરિવારે કિશ્તવાડ જિલ્લામાં પોતાના ઘરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે આ પરિવાર સ્વતંત્રતા દિવસ પહેલાં પીએમ મોદી દ્વારા તિરંગો ફરકાવવા માટે શરુ કરવામાં આવેલા અભિયાન હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયો હતો. હુસૈનના પિતા તારીકે પહાડી જિલ્લાના સુદૂર દચ્છન વિસ્તારમાં કહ્યું કે, મારા દીકરાએ ખોટો રસ્તો અપનાવ્યો છે.

અમારા દીકરાને શોધી કાઢવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ. તારીકે કહ્યું કે, અમે અમારા ઘરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે અને ઈચ્છીએ છીએ કે દરેક ઘરે તિરંગો ફરકાવવામાં આવે. હુસૈનની માતાએ કહ્યું કે, તે ઈચ્છે છે કે તેમનો દીકરો પરત આવી જાય અને સરક્ષાબળો સામે આત્મસમર્પણ કરી દે. તેઓએ કહ્યું કે, તેને શોધવા અમે પૂરતા પ્રયાસો કર્યા છે. પરંતુ અમે નિષ્ફળ રહ્યાં.

અમારા ખાતર સેનાએ તેને શોધવો જાેઈએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તે પાછો આવી જાય. પોલીસના જણાવ્યા મુજબ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હુસૈન છે અને તેના પર ૨૦ લાખ રુપિયાનું ઈનામ છે. મહત્વનું છે કે, રવિવારના રોજ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૭૫ બાઈક સવારો સાથે આ રેલી કાઢવામાં આવી હતી. ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્‌યો હતો. તો સમગ્ર દેશમાં હાલ હર ઘર તિરંગા અભિયાન જાેવા મળી રહ્યું છે. દેશવાસીઓએ પોતાના ઘરે પણ તિરંગો ફરકાવ્યો છે. આવતીકાલે એટલે કે મંગળવારે સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી ધામધૂમપૂર્વક થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.