Western Times News

Gujarati News

વીરહેલ્થ કેર લિમિટેડે 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેરના ઇશ્યૂને મંજૂરી આપી

નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 294%, કુલ આવક 28% વધી

અમદાવાદ, આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી વીરહેલ્થ કેર લિમિટેડે 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે એટલે કે રેકોર્ડ ડેટના રોજ દરેક 1 ઇક્વિટી શેર ધરાવનાર માટે 1 ફુલ્લી પેઈડ અપ ઇક્વિટી શેર. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કુલ આવક વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 294% વધ્યો હતો. Veerhealth Care Ltd approves issue of Bonus Equity shares in the ratio of 1:1

કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક તેની વ્યવસાયિક કામગીરીમાં પરિવર્તન કર્યું છે. બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધારીને રૂ. 31 કરોડ કરવાની અને તેના પરિણામે મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવાની પણ મંજૂરી આપી છે. કંપની બોર્ડે 11મી સપ્ટેમ્બર, 2023ના રોજ 31મી એજીએમ બોલાવવાનું પણ નક્કી કર્યું હતું.

કંપની નાણાકીય વર્ષ 2023માં વ્યવસાયિક કામગીરીમાં સફળતાપૂર્વક ધરમૂળથી પરિવર્તનો લાવી છે અને વૃદ્ધિના આગલા તબક્કા તથા આવક અને નફામાં મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે. કંપની તેના લાંબા ગાળાના વિકાસના રોડમેપ પર સારી રીતે પ્રગતિ કરી રહી છે અને તેની વિસ્તરણ યોજનાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. કંપનીની ‘આયુવીર’ બ્રાન્ડને સ્થાનિક અને નિકાસ બજારોમાં સારું સ્થાન મળી રહ્યું છે અને કંપની આવનારા સમયમાં ઘણી નવીન પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

કંપની સ્કિનકેર, બોડીકેર, હેરકેર, ઓરલકેર, ​​હેલ્થકેર અને ફ્રેગરન્સમાં 100થી વધુ હર્બલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીની બ્રાન્ડ ‘આયુવીર’ અને તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાનિક અને નિકાસ બજારોમાં મજબૂત આકર્ષણ મેળવી રહ્યું છે; યુએસએ અને દક્ષિણ આફ્રિકામાં નિકાસ શરૂ કરી છે. કંપનીના ક્લાયન્ટમાં દવા ઈન્ડિયા, ગ્રેસિયસ ફાર્મા, બાબુલિન ફાર્મા, ગ્રેસિએરા ફાર્મા વગેરેનો સમાવેશ થાય છે. ગ્રાહકોની વૈવિધ્યસભર આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંશોધન આધારિત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવીને હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના અગ્રણી પ્રદાતા બનવાની કંપનીનું વિઝન છે.

કંપનીએ તાજેતરમાં મોરોક્કો, કાસાબ્લાન્કા વગેરે સહિત ઉત્તર પશ્ચિમ આફ્રિકન દેશોમાં “WHIDENT” રેન્જની ટૂથપેસ્ટ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું નિકાસ બજારમાં તેની હાજરીને વિસ્તારવા અને નિકાસ વેચાણ વધારવા માટે કંપનીની વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. કંપની પહેલાથી જ પૂર્વ આફ્રિકન દેશોમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનું સફળતાપૂર્વક ઉત્પાદન અને નિકાસ કરી રહી છે.

માર્ચ 2023ના મહિનામાં કંપનીએ રૂ. 19.25 પ્રતિ શેરના દરે રૂ. 10ના 30.65 લાખ ઇક્વિટી શેરનું પ્રેફરન્શિયલ એલોટમેન્ટ પૂર્ણ કર્યું હતું જેમાં રૂ. 5.90 કરોડની રકમના શેર દીઠ રૂ. 9.25ના પ્રીમિયમનો સમાવેશ થાય છે. આ ભંડોળનો ઉપયોગ કંપનીના ઉત્પાદન એકમોના વિસ્તરણ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા અને નવી મેન્યુફેક્ચરિંગ લાઈન્સ સ્થાપિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.