Western Times News

Gujarati News

જેગુઆરમાં બેસીને સુરતનું દંપતી દીક્ષાની તારીખ મેળવવા માટે પહોંચ્યું

સુરતના મોટાગજાના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે-સાંસારિક મોહને ત્યજીને દીક્ષા લેશે

સુરત, જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે. જૈન સમાજમાં એવા પણ ઉદાહરણો જાેવા મળ્યા છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. ત્યારે સુરતના એક દંપતીએ સાંસારિક મોહને ત્યજીને દીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે.A diamond merchant from Surat and his wife will take diksha

સુરતના હીરા ઉદ્યોગપતિ દિપેશ શાહ (૫૧ વર્ષ) અને તેમના પત્ની પીકાબેન શાહ (૪૬ વર્ષ) એ  દીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. દંપતી જેગુઆરમાં બેસીને દીક્ષા મુહૂર્ત લેવા માટે જિનાલય પહોંચ્યા હતા. સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લઈને સાંસારિક મોહનો ત્યાગ કરશે, અને સંયમના માર્ગે નીકળી પડશે. જેગુઆરમાં બેસીને દંપતી દીક્ષાની તારીખ મેળવવા મહારાજસાહેબને મળવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શાહ દંપતીને સંતાનોમાં ત્રણ બાળકો છે. જેમાંથી એક પુત્ર અને એક પુત્રી દીક્ષા લઇ ચૂક્યા છે.

પુત્રએ જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે ફરારી કારમાં દીક્ષા લેવા માટે નીકળ્યો હતો. હવે સાંસારિક મોહને ત્યજી હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે. જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે.

જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે.

તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જાે કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે.

આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.