Western Times News

Gujarati News

BRICSમાં વધુ છ દેશોનો સમાવેશઃ મોદી-જિનપિંગ વચ્ચે મુલાકાત

ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ દેશોનું સંગઠન એટલે BRICS- (Brazil, Russia, India, China, South Africa)

બ્રિક્સમાં જાેડાનારા છ દેશોમાં આજેર્ન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ સામેલઃ લદ્દાખ સરહદે સૈનિકોની સંખ્યા ઘટાડવા જિનપિંગ અને મોદી વચ્ચે થયેલી મહત્તવપૂર્ણ ચર્ચા

(એજન્સી)જ્હોનિસબર્ગ, બ્રિક્સ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે જાેહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. સમાચાર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી જ્યારે બ્રિક્સ નેતાઓની બ્રિફિંગમાં જઈ રહ્યા હતા

ત્યારે ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરતા જાેવા મળ્યા હતા. ભારતના વિદેશસચિવે આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે સરહદ ઉપર તંગદિલી અટકાવવા માટે ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં બંને નેતાઓ વડાપ્રધાન મોદી અને જિનપિંગ આ મુદ્દે ફરી મુલાકાત કરી શકે તેમ છે. હાલમાં લદ્દાખ સરહદે સૈનિકોની સંખ્યા ઘટાડવા સાથે તંગદિલી દૂર કરવાની મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ છે.

બુધવારે, વડા પ્રધાન અને જિનપિંગે પૂર્ણ સત્રમાં હાજરી આપી હતી, પરંતુ ફોટોગ્રાફ સેશન દરમિયાન તેઓ અલગ-અલગ ઊભા રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીએ બ્રિક્સના વિસ્તરણને સારો ર્નિણય ગણાવ્યો હતો. બ્રિક્સમાં છ નવા દેશો જાેડાયા છે, જેમાં આજેર્ન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેલ છે.

ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે. ભારત હંમેશા માને છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે. મને આનંદ છે કે અમારી ટીમો બ્રિક્સના વિસ્તરણ મોાટે માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો, ધોરણો, પ્રક્રિયાઓ પર સંમત થવા માટે એકસાથે આવી છે. બ્રિક્સના વિસ્તરણના ર્નિણયથી બહુ-ધ્રુવીય વિશ્વમાં ઘણા દેશોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે અને તમામનો ઝડપથી વિકાસ થશે.

ગયા નવેમ્બરમાં, પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા હતા અને બાલીમાં જી૨૦ નેતાઓ માટે ઔપચારિક રાત્રિભોજનમાં ટૂંકી વાતચીત કરી હતી, જે ૨૦૨૦ માં લદ્દાખમાં લશ્કરી ગતિરોધની શરૂઆત પછી જાહેરમાં તેમની પ્રથમ સામ-સામે બેઠક હતી. જૂન ૨૦૨૦માં ગાલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ ત્યારથી ભારત અને ચીન વચ્ચે તણાવ છે. પરિસ્થિતિને ઉકેલવા માટે બંને દેશોએ સૈન્ય સ્તરની વાતચીતના ૧૯ રાઉન્ડ યોજ્યા છે.

ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ (BRICS) સંગઠનમાં હવે નવા ૬ દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અરબ, આજેર્ન્ટિના, સાઉદી અરબ અને ઈરાનને બ્રિક્સસંગઠનમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા સભ્યો જાેડાયા બાદ આ સંગઠનને બ્રિક્સ પ્લસ કહેવાશે. માહિતી અનુસાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ દેશોનું સભ્યપદ ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે.
માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-૭ વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જાેકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.