Western Times News

Gujarati News

ચિંતાજનક આંકડા: અમદાવાદના 63% ટ્રેડર્સ તાજેતરના બજાર વિશ્લેષણમાં અંડરપર્ફોર્મ કરે છે

પ્રતિકાત્મક

સેમ્કો સિક્યોરિટીઝે અમદાવાદમાં ટ્રેડ પર્ફોર્મન્સને વધારવા માટે “માય ટ્રેડ સ્ટોરી” ફીચર રજૂ કર્યું

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2023: અમદાવાદમાં ટ્રેડિંગની ગતિશીલ દુનિયામાં નોંધપાત્ર અવરોધનો સામનો કરવો પડ્યો છે. ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ચિંતાજનક રીતે 63% ટ્રેડર્સે છેલ્લા એક વર્ષથી સ્ટોક માર્કેટમાં અન્ડરપરફોર્મ કર્યું છે. આ અહેવાલ તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીસને રિફાઈન કરવા અને શ્રેષ્ઠ બજાર પરિણામો પ્રાપ્ત કરવા માટે “માય ટ્રેડ સ્ટોરી” ફીચર જેવા એડવાન્સ્ડ ટૂલ્સ અને એનાલિટિક્સ સાથે ટ્રેડર્સને સજ્જ કરવાના નિર્ણાયક મહત્વને રેખાંકિત કરે છે.

સેમ્કો સિક્યોરિટીઝ સીઆરપી (કેપિટલ રિસોર્સ પ્લાનિંગ) ટ્રેડિંગ પ્લેટફોર્મમાં સમાવિષ્ટ, “માય ટ્રેડ સ્ટોરી” ફીચર નવીનતમ ટ્રેડ સ્પ્રેડશીટ અને એનાલિટિક્સ ટૂલ્સનો સમૂહ રજૂ કરે છે, જે ટ્રેડર્સને તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આ ટૂલ્સ વ્યાપક ટ્રેડ-સંબંધિત આંકડા અને વ્યક્તિગત ટ્રેડિંગ પ્રોફાઇલ્સને અનુરૂપ ગહન વિશ્લેષણ પ્રદાન કરે છે. નિર્ણાયક પાસાં જેમ કે પોઝિશન વિગતો, પ્રોફિટ એન્ડ લોસ એનાલિટિક્સ, ટ્રેડ લેગ્સ બ્રેકડાઉન, મુખ્ય ટેકનિકલ સૂચકાંકો અને વધુને સમાવિષ્ટ કરીને, “માય ટ્રેડ સ્ટોરી” ફીચર ટ્રેડર્સને જાણકાર નિર્ણયો લેવા અને તેમના બજારના પરિણામોને વધારવા માટે સમર્થ બનાવે છે.

સેમ્કો સિક્યોરિટીઝનું સીઆરપી પ્લેટફોર્મ, જે પહેલાથી જ રીઅલ-ટાઇમ માર્કેટ ડેટા, ટેકનિકલ એનાલિસિસ ટૂલ્સ, માર્જિન ટ્રેડિંગ, સ્ટોપ-લોસ ઓર્ડર્સ અને એજ્યુકેશનલ રિસોર્સીસ ઓફર કરવા માટે જાણીતું છે, તેની સર્વિસીઝને “માય ટ્રેડ સ્ટોરી”ના ઉમેરા સાથે નવી ઊંચાઈએ પહોંચાડે છે. આ ફીચર એડવાન્સ્ડ ટૂલ્સની તાકિદની જરૂરિયાતને સંબોધીને એક નવું ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ નક્કી કરે છે જે ટ્રેડર્સને પડકારોને દૂર કરવામાં, નાણાંકીય લક્ષ્યો હાંસલ કરવામાં અને આજના ગતિશીલ બજારોમાં સમૃદ્ધ થવામાં મદદ કરે છે.

સેમ્કો ગ્રૂપના સ્થાપક અને સીઈઓ જિમીત મોદીએ ટ્રેડ સ્પ્રેડશીટ ફીચરના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જે માર્કેટમાં 63% ટ્રેડર્સ અંડરપર્ફોર્મન્સથી ઝઝૂમી રહ્યા છે, ત્યાં અમારી નવીન સીઆરપી સુવિધાઓ, જેમ કે ‘માય ટ્રેડ સ્ટોરી’, એક માર્ગદર્શક પ્રકાશ બની રહે છે, જે ટ્રેડર્સને સુધારેલ પરિણામો માટે તેમની વ્યૂહરચનાઓને નેવિગેટ કરવામાં અને ઉન્નત કરવામાં મદદ કરવા માટે પર્સનલાઈઝ્ડ ઈનસાઈટ અને એનાલિટિક્સ ઑફર કરે છે. એક અનોખું કમ્પોનેન્ટ ટ્રેડ પ્રોબેબિલિટી સક્સેસ સ્કોર દરેક ટ્રેડની સફળતાની સફળતાની આગાહી કરવા માટે ઐતિહાસિક ટ્રેડ ડેટા, માર્કેટ ટ્રેન્ડ્સ, ટેક્નિકલ ઈન્ડિકેટર્સ અને રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનું મૂલ્યાંકન કરે છે. આ ટૂલ ટ્રેડર્સને તેમના ટ્રેડને ઓપ્ટિમાઇઝ કરવા, તેમની સંભવિતતાને સાકાર કરવા અને વધુ સફળતા મેળવવા માટે જ્ઞાનથી સજ્જ કરે છે.”

માય ટ્રેડ સ્પ્રેડશીટ સુવિધાના મુખ્ય લાભો:

પેટર્ન આઇડેન્ટિફિકેશન: ટ્રેડ સ્પ્રેડશીટ ભૂતકાળના ટ્રેડમાંથી નફાકારક પેટર્ન અને વ્યૂહરચનાઓની ઓળખની સુવિધા આપે છે, જે ભવિષ્યની ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં તેમની પ્રતિકૃતિને સક્ષમ કરે છે.

પોઝિશન સાઇઝિંગ ઓપ્ટિમાઇઝેશન: પોઝિશનની વિગતો અને પર્ફોર્મન્સ મેટ્રિક્સનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીને, ટ્રેડર્સ અસરકારક રિસ્ક મેનેજમેન્ટ અને મજબૂત નફાકારકતાને સુનિશ્ચિત કરીને, શ્રેષ્ઠ પોઝિશન સાઈઝ નક્કી કરી શકે છે.

ચોક્કસ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ: ટ્રેડ સ્પ્રેડશીટમાંથી મેળવેલી ઈનસાઈટ ટ્રેડર્સને શ્રેષ્ઠ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરવા માટે સશક્ત બનાવે છે, જે ટ્રેડ્સમાં સમયની ચોકસાઈમાં વધારો કરે છે.

રિસ્ક-રિવાર્ડ્સ ઇવેલ્યુશન: ટ્રેડ સ્પ્રેડશીટ એનાલિટિક્સ, જેમાં મહત્તમ સંભવિત નફો અને નુકસાનના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે, ટ્રેડર્સને રિસ્ક-રિવાર્ડ્સના ગુણોત્તરનું મૂલ્યાંકન કરવામાં સક્ષમ બનાવે છે, જેનાથી સારી રીતે માહિતગાર ટ્રેડ નિર્ણયોની સુવિધા મળે છે.

તમામ સ્તરની કુશળતા ધરાવતા ટ્રેડર્સનું સશક્તિકરણ

ટ્રેડ સ્પ્રેડશીટ ફીચર તમામ સ્તરના અનુભવો ધરાવતા ટ્રેડર્સને સુવિધા પૂરી પાડે છે તથા મહત્વપૂર્ણ ટ્રેડ—લેવલ ડેટા પ્રદાન કરે છે. તેની સાથેનું એનાલિટિક્સ ફીચર માર્કેટ ટ્રેન્ડ્સની વધુ ઈનસાઈટ આપે છે. જો ટ્રેડ પ્રોબેબિલિટી સક્સેસ સ્કોર ટ્રેડ માટે સફળતાની ઓછી સંભાવના દર્શાવે છે, તો ટ્રેડર્સને માર્ગદર્શન માટે અનુભવી ફંડ મેનેજરોની સલાહ લેવા જેવા વિકલ્પો પર વિચાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અહીં અમદાવાદ માટે દરેક કેટેગરી માટેના ડેટાનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે

ડેરિવેટિવ્ઝ ટ્રેડર: આ કેટેગરીની કામગીરી વિવિધ સમયમર્યાદામાં બદલાય છે. આઉટપર્ફોર્મન્સની ટકાવારી લાંબી સમયમર્યાદા સાથે ઘટે છે, 3 મહિનામાં 40% આઉટપર્ફોર્મન્સ, 6 મહિનામાં 50% અને 12 મહિનામાં 20%. તેનાથી વિપરિત, લાંબી સમયમર્યાદા સાથે અંડરપર્ફોર્મન્સની ટકાવારી વધે છે. વિનિંગ ટ્રેડ્સની ટકાવારી 53.83% છે, જેનો અર્થ છે કે તેમના લગભગ 53.83% સોદા સફળ છે.

હાઇબ્રિડ ટ્રેડર: આ કેટેગરીમાં સામાન્ય રીતે ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સની સરખામણીમાં થોડું વધારે આઉટપર્ફોર્મન્સ હોય છે. વિવિધ સમયમર્યાદા માટે તેમની આઉટપર્ફોર્મન્સ ટકાવારી અનુક્રમે 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 12 મહિના માટે અનુક્રમે 55.13%, 48.08%, 43.80% અને 32.26% છે. ડેરિવેટિવ્ઝ ટ્રેડરની જેમ જ, લાંબી સમયમર્યાદા સાથે અંડરપર્ફોર્મન્સ વધે છે. તેઓ 54.27%ની વિનિંગ ટ્રેડ્સ ટકાવારી છે. તેમની એવરેજ વિન સાઈઝ અન્ય કેટેગરીની તુલનામાં પ્રમાણમાં ઓછી છે.

રોકાણકાર: રોકાણકાર કેટેગરી વિવિધ સમયમર્યાદામાં પ્રમાણમાં સુસંગત કામગીરી ધરાવે છે. અંડરપર્ફોર્મન્સ ટકાવારી વિવિધ સમયમર્યાદામાં પ્રમાણમાં સ્થિર રહે છે.

ઓપ્શન્સ ટ્રેડર: આ કેટેગરીમાં સામાન્ય રીતે અન્ય કેટેગરીની સરખામણીમાં નીચું આઉટપર્ફોર્મન્સ અને ઊંચુ અંડરપર્ફોર્મન્સ હોય છે. તેમની અંડરપર્ફોર્મન્સ ટકાવારી તમામ સમયમર્યાદા માટે પ્રમાણમાં ઊંચી છે. અન્ય કેટેગરીઝની તુલનામાં તેમની સરેરાશ વિન સાઈઝ પ્રમાણમાં ઓછી છે.

સ્પેશિયલ ઈન્ટ્રોડક્ટરી ઓફર:

લોન્ચને ચિહ્નિત કરવા માટે, “માય ટ્રેડ સ્ટોરી”ના એડવાન્સ્ડ ફીચર્સ ગ્રાહકોને મફતમાં એક્સેસિબલ હશે, જે રૂ. 12,000ના મૂલ્યના લાભો પહોંચાડશે. ટ્રેડર્સ તેમના ટ્રેડિંગ પર્ફોર્મન્સમાં ઊંડી સમજ મેળવવા માટે આ સુવિધાનો લાભ લઈ શકે છે, જે બહેતર ટ્રેડિંગ પરિણામો માટે ડેટા આધારિત નિર્ણયોને સક્ષમ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.