Western Times News

Gujarati News

દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં અગ્નિકાંડ : ૪૪ના મોત

નવી દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં આવેલી એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત થઈ ગયા છે. મોટાભાગના લોકોના મોત ઈમારતમાં ચાલી રહેલા ગેરકાયદે મેન્યુફેચરીંગ યુનિટોમાં જીવલેણ કાર્બન મોનોકસાઈડ ભરાઈ જવાના કારણે ગુંગળામણથી મોત થયા હતા. અનાજ મંડી વિસ્તારમાં જે ચાર માળની ઈમારત આવેલી છે

તેમાં અનેક નાના મોટા ગેરકાયદે યુનિટો ચાલી રહ્યા હતા. જેમાં આ તમામ લોકો કામ કરી રહ્યા હતા. આગની ઘટનામાં મોટી સંખ્યામાં લોકો દાઝી પણ ગયા છે જેમને નજીકની હોસ્પિટલમાં   તરત જ ખસેડવામાં આવ્યા હતા. આ અગ્નિકાંડની  ઘટનાથી દિલ્હીમાં ૧૩મી જુન ૧૯૯૭ના દિવસે બનેલી અગ્નિકાંડની ઘટનાની કમકમાટીભરી યાદો તાજી થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોની આ સૌથી ભીષણ અગ્નિકાંડની ઘટના હોવાનો દાવો પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ૧૩મી જુન ૧૯૯૭ના દિવસે દિલ્હીના ઉપહાર સિનેમામાં આગ ફાટી નીકળી હતી.

જેમાં ૫૯ લોકો ભડથુ થયા હતા. આગની ઘટના બન્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ઈજા ગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાઝી ગયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આજે વહેલી પરોઢે અગ્નિકાંડની આ ઘટના બની હતી. જ્યાં વિનાશકારી આગને કારણે ૪૪ લોકોના મોત થયા હતા. તે ઈમારતમાં તપાસના ભાગરૂપે તથા મદદરૂપે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. ટીમના કહેવા મુજબ આ ઈમરાતમાં ખતરનાક કાર્બન મોનોકસાઈડ ગેસ ભરાઈ ગયો હતો.

એનડીઆરએફની ટીમે ગેસ ડિટેક્ટરની મદદથી ખતરનાક ગેસ માટે ઈમારતમાં તપાસ કરી હતી. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર આદિત્ય પ્રતાપસિંહે કહ્યું હતું કે,ઈમારતમાં કાર્બન મોનોકસાઈડ ગેસ મળી આવ્યા બાદ વધુ તપાસ ચાલી રહી છે. ત્યારબાદ અમારા દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ ત્રીજા અને ચોથા માળ પર ધુમાડા જાવા મળ્યા હતા. આ બંને માળ પર ધુમાડાના લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને ધણી તકલીફો નડી હતી. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડરના કહેવા મુજબ તેમની ટીમને ઈમારતમાં કેટલીક બારિઓ સીલ કરેલી દેખાઈ હતી.

એવા રુમ પણ હતા જ્યાં કર્મચારીઓ અને મજુરો નીંદમાં હતા. વેન્ટીલેશન માટે નહીવત જેટલી જગ્યા હતી. મોટાભાગના વર્કરોને ત્રીજા માળે સિફ્ટ કરવામાં આવ્યા હતા. ઈમારતમાં પડેલી ચીજા સળગી જવાના કારણે સીઓની રચના થઈ હતી. ૧૯૯૭ના ઉપહાર સિનેમા અÂગ્નકાંડ બાદથી દિલ્હીની આ સૌથી વિનાશકારી ઘટના છે. મોટી સંખ્યામાં લોકોને જીવતા બચાવવામાં આવ્યા હતા. ભારે અફડાતફડી જાવા મળી હતી. આગના કારણે તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. દાઝી ગયેલા લોકોને આરએમએલ, એલએનજેપી, હિન્દુ રાવ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સગા સંબંધીઓમાં પણ અધાધુની જાેવા મળી હતી. આગ ફાટી નીકળી ત્યારે અનેક મજુરો ઘહેરી નીંદમાં હતા. ઈમારતમાં પવનના અવર જવર માટેની વ્યવસ્થા ન હતી.

બચાવ અને રાહત કામગીરીમાં ૧૫૦ ફાયરબ્રિગેડના કર્મીઓને લગાવવામાં આવ્યા હતા. ઈમારતમાંથી ૬૩ લોકોને જીવીત કાઢવામાં આવ્યા હતા જાકે આમાથી ૪૩ લોકોના મોત થઈ ગયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે.

ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે ૫.૨૨ કલાકે મળી હતી. બાદમાં ફાયર વિભાગની ૩૦ ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં ૫૯ લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહારના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે ૧૩ જૂન ૧૯૯૭ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં ૫૯ લોકોના મૃત્યુ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.