Western Times News

Gujarati News

વિશ્વની સૌથી મોટી માછલીનું પિયર છે ગુજરાતનો દરિયો

જૂનાગઢ, વિશ્વભરમાં ૩૦ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના દરિયામાં પ્રવાસ કરતી આ મહાકાય દુર્લભ પ્રજાતિ વ્હેલ શાર્કની હાલમાં શું સ્થિતિ છે અને તે પોતાના ગુણધર્મોને લઈને કઈ રીતે અલગ પડે છે તે બાબતની સમગ્ર માહિતી હાલમાં તમને જણાવવા માંગીએ છીએ.

વિશ્વની સૌથી મોટી અને દુર્લભ પ્રજાતિની માછલી તથા ગુજરાત રાજ્યનો દરિયાઈ વન સંરક્ષણ અને સંવર્ધન માટે હાલ અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. વ્હેલ શાર્ક ગુજરાતનાં દરિયા કિનારે ઇંડા મુકવા માટે આવે છે. ગુજરાતનાં દરિયા કિનારાનું તાપમાન તેમને માફક આવે છે. વ્હેલ શાર્ક ગુજરાતની દીકરી છે.

ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા બે દાયકાના સમયમાં ૯૦૦ થી વધુ માછીમારીની જાળમાં ફસાઇ હતી. શાર્ક માછલીને પછી માછીમારો એ પોતાની જાળ કાપી અને સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવી હતી. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા માછીમારોને આ બાબતમાં વળતર પણ આપવામાં આવે છે.

વર્ષ ૨૦૦૦માં અને આ વર્ષ પહેલા ગુજરાત રાજ્યના દરિયા કિનારે ખૂબ જ વિશાળ અને સાલસ દરિયાઈ વન્ય પ્રાણી એવા વ્હેલ શાર્ક માછલીનો ખૂબ જ વિપુલ માત્રામાં શિકાર કરવામાં આવતો હતો. આ શિકારને અટકાવવા માટે ૨૦૦૪માં વ્હેલ માછલીના જતન રાખવાના સંદર્ભમાં મોરારીબાપુએ આહવાન કર્યું હતું. ત્યારબાદ સાગર ખેડૂએ આ સંરક્ષણ માટેના તમામ પ્રયાસોમાં સહભાગી બન્યા હતા. વ્હેલ શાર્ક દુનિયાની સૌથી મોટી પ્રજાતિની માછલી ગણાય છે.

આ જળચરનું વજન ૧૦ થી ૧૨ ટન જેટલું અને લંબાઈ ૪૦ થી ૫૦ ફૂટ સુધીની હોય છે. તેનો શિકાર ન થાય તો ૧૦૦ વર્ષ સુધી તેનો જીવન હોય છે. આટલું વિશાળ પ્રાણી હોવા છતાં તે ખૂબ જ વિનમ્ર અને સાલસ હોય છે. ૨૦૧૬ માં વ્હેલ શાર્કના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન એવા ડો. સાયમન પિયર્સ, ડો. બ્રાન્ડ નોર્મલ દ્વારા આવેલ શાર્કના વૈશ્વિક સંરક્ષણ સ્થિતિની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં આ માછલીને રેટ લિસ્ટની યાદીમાં મૂકવામાં આવી હતી.

જેમાં તેમનું અસ્તિત્વને ગંભીર સૂચવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૦ પહેલા વ્હેલ શાર્કની અનિયંત્રિત માછીમારી તે સરકારમાં ચિંતાનો વિષય બન્યો હતો. જેથી ૨૦૦૦માં માઈક પાંડે દ્વારા ગુજરાત રાજ્યના દરિયા કિનારે શાર્કના વધુ પડતા શિકારના સંદર્ભમાં સૌર ઓફ સાઇલેન્સ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

જેથી ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ વિભાગ દ્વારા ૧૧ જુલાઈ ૨૦૦૧ ના રોજ વ્હેલ શાર્કને વાઈલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ ના અનુસૂચી ૧ માં સમાવી કાયદાકીય રક્ષણની જાેગવાઈ કરી છે અને શિકાર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

શિકાર કરનારને ત્રણથી સાત વર્ષની જેલ તથા ૧૦,૦૦૦ ના દંડની જાેગવાઈ પણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૬ થી ગુજરાત વન વિભાગ દ્વારા બચાવવાની કામગીરી દરમિયાન થતા માછીમારોની ઝાડમાં નુકસાન પેટે સાગર ખેડુને અથવા મહત્તમ ૨૫ હજારની રકમ મર્યાદામાં વળતર ચૂકવવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.