Western Times News

Gujarati News

સગર્ભા મહિલાઓમાં નવા રોગે દેખા દીધી

મહેસાણા, ગુજરાતમાં વધુ એક મોટી બિમારીએ માજા મુકી છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓમાં એક ખતરનાક રોગે દેખા દીધી છે. રિપોર્ટ છે કે, મહેસાણામાં અત્યારે ગર્ભવતી મહિલાઓમાં સિફિલિસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં ૩૬ લોકોને આ સિફિલિસ નામનો જાતીત રોગ દેખાયો છે, આ રોગ દેખાતા હાલમાં આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

ખાસ વાત છે કે, હાલમાં મહેસાણા જિલાલમાં સિફિલિસ નામનો જાતીય રોગ ૧૭ સગર્ભા મહિલાઓ શિકાર બની છે. આ રોગના કારણે જિલ્લામાં સગર્ભા મહિનાના જન્મનાર બાળકનો મોતનો ખતરો રહે છે. સિફિલિસ નામનો રોગ અચાનક દેખાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે, અને તપાસ શરૂ કરી દીધી છે.

મહેસાણા જિલ્લામાં બાળકોના શાળા આરોગ્ય કેન્દ્રની તપાસમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો થયો હતો. પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય અંતર્ગત તપાસ કરતા બાળકોમાં પાંડુ રોગ જાેવા મળ્યો હતો. શાળામાં તપાસ કરેલ બાળકોમાં ૬૦ ટકા બાળકોમાં પાંડુ રોગ હોવાનો ખુલાસો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

શાળામાં તપાસ માટે ગયેલી ડોકટરોની ટીમે વિગતો જિલ્લા પંચાયતમાં રજૂ કરી હતી. મહેસાણા જિલ્લામાં બાળકોના શાળા આરોગ્ય તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા.

સ્કૂલોમાં બાળકોમાં ૬૦ ટકા બાળકો પાંડુરોગના શિકાર હોવાનું સામે આવ્યું હતું. મહેસાણા જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગની કુલ ૩૬ ટીમો દ્વારા ૬ થી ૧૮ વર્ષના કુલ ૮૪૦૮૯ હજાર સ્કૂલના બાળકોની આરોગ્ય તપાસ કરાઇ હતી જેમાં ચોકાવનારા ખુલાસાઓ થયા છે.

જિલ્લા આરોગ્ય અધિકારીના કહેવા પ્રમાણે શાળા અભ્યાસ કરતા ૬૦ ટકા બાળકોમાં પાંડુ રોગ જાેવા મળ્યો છે જેને પગલે આરોગ્ય વિભાગ પણ ચોકી ગયું છે. શરીરમાં પાંડુ રોગના કારણે જિલ્લાના ૧૦ તાલુકાની શાળામાં તપાસ કરાઈ છે.

જિલ્લામાં કુલ ૯૯૫૭૧ હજાર બાળકો શાળામાં અભ્યાસ કરે છે જેમાંથી ૮૪૦૮૯ બાળકોની આરોગ્ય તપાસ થઇ ચુકી છે જાે કે પાંડુ રોગની સાથે સાથે કૃમિ રોગની તકલીફ જાેવા મળી છે. જિલ્લાના બાળકોમાં પાંડુ રોગનું પ્રમાણ વધારે હોવાના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દ્ધારા ખાસ અભિયાન હાથ ધરાયુ હતું.

૬૦૦ થી વધારે આરોગ્ય કર્મચારી બાળકોને કઈ રીતે પાંડુ રોગ થી બચાવવા તેના માટે ગામડામાં જઈ અભિયાન શરૂ કરશે. ત્યાર બાદ એક મહિના પછી એપ્રિલ ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૩ સુધીમાં ફરી શાળામાં સર્વે કરવામાં આવશે. ૦ થી ૬ વર્ષના કુલ ૯૯,૫૭૧ અને ૬ થી ૧૮ વર્ષના ૮૪,૦૮૯ બાળકોની આરોગ્ય તપાસ કરાઇ હતી.

જેમાં ૧૬૮ જુદી જુદી જન્મજાત ખામી જેમ કે જન્મજાત હ્રદય રોગ, ડાઉન સિન્ડ્રોમ , ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, ક્લબ ફૂટ ,જન્મજાત બધીરતા, જન્મજાત મોતિયો ,આરઓપી ધરાવતા બાળકો મળ્યા હતા. ૨૮,૩૧૨ બાળકોમાં કુપોષણ, પાંડુરોગ, વિટામિનની ઉણપ સામેલ છે. ૧૪૪૧૪ બાળકોમાં દાંત અને ચામડીને લગતા રોગ હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.