Western Times News

Gujarati News

ગુજરાતનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની આગાહી કરાઈ

અમદાવાદ, ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસાએ સંતાકૂકડી રમ્યા પછી સપ્ટેમ્બરની શરુઆત પણ કોરી રહી છે. હજુ પણ ગુજરાતમાં સારા વરસાદની કોઈ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો હતો.

હવે સપ્ટેમ્બરમાં અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા જુન-જુલાઈની યાદ અપાવનારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હવામાન વિભાગે હજુ સુધી આવી કોઈ શક્યતાઓ વ્યક્ત કરી નથી. હાલ રાજ્ય પર વરસાદી સિસ્ટમ નથી અને આગામી સમય માટે પણ હજુ સુધી હવામાન વિભાગે કોઈ શક્યતાઓ દર્શાવી નથી.

રાજ્યના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ શુક્રવારે કરેલી ૭ દિવસની આગાહીમાં વ્યક્ત કરવામાં આવ્યું છે.

જાેકે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં છૂટોછવાયો વરસાદ સિમિત રહેવાની પણ સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અભિમન્યુ ચૌહાણ દ્વારા રાજ્યની આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદ થવાની હાલ કોઈ સંભાવનાઓ નથી. જાેકે, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ તથા દાદરા અને નગર હવેલીના અમુક ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ જાેવા મળી શકે છે.

હવામાન વિભાગે અમદાવાદમાં પણ ૭ સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રકારનો વરસાદ થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. આમ રાજ્યમાં અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે રાજ્યના તાપમાન અંગે પણ આગાહી કરાઈ છે.

રાજ્યમં આગામી અઠવાડિયા દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જાેકે, આ દરમિયાન તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીના ફેરફારો જાેવા મળી શકે છે. હમણાં વરસાદ આપતી કોઈ સિસ્ટમ ડેવલપ થવાની સંભાવનાઓ બહુ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.