Western Times News

Gujarati News

કર્ણાટકમાં ભાજપની યેદીયુરપ્પા સરકાર બહુમતીમાં

બેંગલોર: કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો છે જેથી પાર્ટીને ભવ્ય જીત થઇ છે. આની સાથે જ મુખ્યમંત્રી યેદીયુરપ્પાના મિશનને પણ મોટી સફળતા મળી છે. ૧૫ સીટો પૈકીની ૧૦ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી લીધી છે જ્યારે અન્ય બે સીટો ઉપર પણ તેની જીત નિશ્ચિત બની ગઈ હતી. આનો મતલબ એ થયો કે, પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવી દીધો છે.ક્લિન સ્વિપના  કારણે મુખ્યમંત્રી યેદીયુરપ્પાને મોટી રાહત થઇ છે. ૨૨૪ સભ્યોની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે હવે સ્પષ્ટ બહુમતિ થઇ ગઈ છે.

યેદીયુરપ્પાએ આ જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, હવે કોઇપણ પ્રકારની સમસ્યા વગર સ્થાયી સરકાર ચલાવવામાં આવશે. ભાજપને ૧૫ સીટ પૈકી છ સીટો જીતવાની જરૂર હતી. કોંગ્રેસની બે સીટો ઉપર જીત થઇ છે. પાર્ટીના રિઝવાન અરશદની શિવાજીનગર તથા એચપી મંજુનાથની હુનસુર સીટ પર જીત થઇ છે જ્યારે હોસાકોટે સીટ પર ભાજપમાંથી બળવો કરીને મેદાનમાં ઉતરનાર અપક્ષ ઉમેદવાર શરદકુમારની જીત થઇ છે.

૧૫ સીટો ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ૧૫ સીટો પૈકી ૧૨ સીટો કોંગ્રેસ પાસે હતી. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી તમામ સીટો આંચકી લીધી છે. ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીમાં જીત સાથે જ મત ટકાવારી વધી ગઈ છે. ચૂંટણી પંચ પાસેથી મળેલા આંકડા મુજબ પાર્ટીને હવે ૫૦ ટકા મત મળી ચુક્યા છે જ્યારે કોંગ્રેસને ૩૧.૩ ટકા મત મળ્યા છે.

મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જનતાએ ખુબ શાનદાર જનાદેશ આપ્યો છે. પેટાચૂંટણી માટે આજે મતગણતરી યોજાઈ હતી. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી માટે પેટાચૂંટણીમાં જીત ખુબ ઉપયોગી હતી. કારણ કે સરકારના ભાવિ પરિણામ પર આધારિત છે. પેટાચૂંટણી માટે હાલમાં મતદાન થયા બાદ રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યા હતા. મંગળવારના દિવસે સાંજે છ વાગે પ્રચારનો અંત આવ્યા બાદ હવે રાજકીય પક્ષોમાં ઉત્તેજના જાવા મળી રહી હતી. કારણ કે મતદારોને લઇને માહિતી મળી રહી ન હતી.

ત્યારબાદ મતદાન પછી પક્ષો દ્વારા ગણતરી કરવામાં આવી રહી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો જીતના દાવા મતદાન પહેલા જ કરી રહ્યા હતા. તોફાની પ્રચારની પ્રક્રિયા ચાલી હતી. વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ અંતિમ દિવસે હુણસુરમાં કોંગ્રેસ માટે સભા કરી હતી. જેડીએસ માટે કુમારસ્વામીએ અન્યત્ર જારદાર પ્રચાર કર્યો હતો. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ પણ જારદાર પ્રચાર કર્યો હતો. યેદીયુરપ્પાએ ઉત્તર કર્ણાટકના જુદા જુદા વિસ્તારોમાં આક્રમક પ્રચાર કરીને સ્થિતી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરવાના પ્રયાસો કર્યા હતા. બેંગલોરની ચાર સીટો માટે પણ યેદીયુરપ્પાએ જારદાર પ્રચાર કર્યો હતો.

ગુરૂવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન થયુ હતુ. કર્ણાટકમાં સરકાર હાલમાં ખુબ કટોકટ ચાલી રહી હતી. આવી Âસ્થતીમાં ૧૫ પૈકી છ કરતા વધારે સીટો જીતવાની બાબત ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી હતી. ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની સીટો ઉપર જીત મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.