Western Times News

Gujarati News

૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું

ભરૂચ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જાે કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં દ્ગડ્ઢઇહ્લની ૧૦ ટીમ તહેનાત કરવામાં આવી છે.

ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં દ્ગડ્ઢઇહ્લની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ ૧૯૭૦ બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જાેવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.

રેવામાં રેલની ૧૩૬ વર્ષની તવારીખ
– ૧૯૭૦ ની મહારેલ ઃ ભરૂચમાં ૪૧.૫૦ ફૂટની સપાટી, ૨૫૬ ગામના ૨.૧૫ લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં ૩૫૫ માનવી અને ૧૯૭૨ પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં ૧૫ ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો
– સાલ ૧૮૮૭ થી ૧૯૩૬ સુધી ૫૦ વર્ષમાં નર્મદા નદીમાં ૧૫ લાખ ક્યુસેકના પુર આવ્યા
– ૧૯૩૭ થી ૬૭ સુધીના ૩૦ વર્ષમાં ૧૫ લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– ૧૨૧.૯૨ મીટરની નર્મદા નદીની સપાટી સુધી ૧૨ લાખ ક્યુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટર થતા ૮ લાખ ક્યુસેકમાં જ ૬ વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત ૧૮ લાખ ક્યુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી

ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ ૧૬ લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.

અંકલેશ્વરની ૧૫ સોસાયટીમાં મધરાતે ધૂસ્યા પૂરના પાણી
અંકલેશ્વર – હાંસોટ રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૫થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ઘણું જ નુકસાન થયું છે. બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળતા તેમણે અહીં આવીને લોકોના જીવ બચાવ્યા છે. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે છ લોકોની એક ટીમ દ્વારા બોટ મારફતે રેસ્કયુ હાથ ધર્યુ છે. તેમણે ૧૦થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ વિસ્તારોમાં એટલું પાણી છે કે, ફાયરની ટીમને બોટ લઇને પોતાનું કામ કરવું પડ્યુ હતુ. આ વિસ્તારોમાં મોડી રાતથી પાણી આવવાને કારણે લોકોનાં વાહનો આખેઆખા ડૂબી ગયા છે. આ સાથે તેમના ઘરોમાં એક માળ સુધીનું પાણી આવી જતા તેમના સામાનમાં ઘણું જ નુકસાન થવાની ભીતી છે.

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલી રેસ્ક્યૂ ટીમ ફસાઇ ગઈ
નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ભરુચના ગામોમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે. બોરભાઠા ગામમાં ફસાયેલા ૨૦ લોકોનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઇ હતી. રેસ્ક્યૂ ટીમ અને ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. ભારે વરસાદ અને નર્મદા નદીના નીર આવતા બોરભાઠા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં નદીનું પાણી ઘૂસી જતા અંદાજે ૨૦ લોકો ફસાયો હોવાનો કોલ મળતા વહીવટ તંત્ર દોડતું થયું હતું. પોલીસ અને પાલિકા ફાયરની ટીમ બોટ સાથે રેસ્ક્યૂ કરવા પહોંચી હતી. જ્યાં અંકલેશ્વર બી ડિવિઝનના પીએસઆઈ પી કે રાઠોડ સહિત રેસ્ક્યૂ ટીમ પણ ફસાઈ હતી. ત્યાર બાદ રેસ્ક્યૂ ટીમ અને ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. મરીનની ટીમે રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને રેસ્કયૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. બોરભાઠા ગામમાં ફસાયેલા ૨૦ લોકોનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટીમ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઇ હતી. ફસાયેલા લોકોને બચાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની ટીમ બોલાવાની ફરજી પડી હતી. મરીનની ટીમે રેસ્કયૂ ટીમ અને ફસાયેલા લોકોને રેસ્કયૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers