વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જ ‘નમો@73’ પુસ્તકનું રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા થયું વિમોચન

ગુજરાતનો આવાજના તંત્રી ડૉ. પ્રકાશચંદ્ર રસીકલાલ સકસેના દ્વારા લખાયેલ નમો@73 પુસ્તકનું વિમોચન
ગાંધીનગર, ભારતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મ દિવસ પર બ્રહ્માકુમારીઝ, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે આયોજિત પુસ્તક વિમોચન સમારોહમાં ગુજરાતનો આવાજના તંત્રી ડૉ.પ્રકાશચંદ્ર રસીકલાલ સકસેના દ્વારા લખાયેલ નમો@73 પુસ્તકનું પ્રભારી રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા વિમોચન કરી ૭૩માં જન્મ દિવસની ઉજવણીને યાદગાર બનાવી દીધેલ.
સમારોહના પ્રારંભે આધ્યાત્મિક ગીત ગુંજન સાથે વિશેષ યોગ- પ્રાર્થના કરી પરમપિતા પરમાત્મા શિવબાબાનું આહવાન કરવામાં આવેલ. ત્યારબાદ કૈલાશ દીદીજીએ વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીજીની આદિ થી અત્યાર સુધીની યશસ્વી કારકિર્દી યાદ કરી તેમના ભરપૂર વખાણ કરેલ.
સાથે સાથે આ પ્રસંગે દીદીજી એ મોદીજીના દિવંગત પૂજ્ય માતુશ્રીને પણ ખાસ યાદ કરી એ આત્મા માટે શાંતિ, પ્રેમ, આનંદ અને સુખના પ્રકમ્પનો વહેવડાવેલ. અનેક પુસ્તકો લખનાર શ્રી મોદીજીને તેમના ૭૩મા જન્મ દિવસ પર નમો@73 પુસ્તક ભેટ પ્રદાન કરનાર- લેખક ડૉ.પ્રકાશચંદ્ર સક્સેનાના ભરપૂર વખાણ કર્યા છે.
આ શુભ પ્રસંગે આદરણીય કૈલાશ દીદીજીએ ડૉ. પ્રકાશચંદ્ર સક્સેના, ભ્રાતા રમેશભાઈ પટેલ (કેપિટલ ઓફસેટ્સ અને કેપિટલ વર્તમાન દૈનિકના માલિક), ઉદ્યોગપતિ શ્રી ચાવડા સાહેબ, ડૉ.હસમુખ નાયક, પાર્થભાઈ ઠક્કર, સાહિત્યકાર નટવર ગોહેલ, સ્નેહલ નિમાવત તેમજ અન્ય મહાનુભાવો સાથે મોદીજીના જન્મ દિવસ નિમિત્તેની વિશેષ કેક કાપી તેમના સર્વોત્તમ સ્વાસ્થ્યપ્રદ દીર્ઘકાલીન જીવન માટે શુભ ભાવના શુભ કામના સહ પ્રાર્થના કરી હતી.
તત પશ્ચયાત દીદીજીએ મંચાસીન સૌ મહાનુભાવો સાથે મળી નમો@73 પુસ્તકનું વિમોચન કરેલ અને શ્રી સક્સેનાને આવું સરસ પુસ્તક બહાર પાડવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ. મંચસ્થ મહેમાનો તથા સમારોહમાં ઉપસ્થિત સૌને આ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. સમારોહના અંતે પ્રભુ પ્રસાદ રૂપે સૌના માટે સરસ મજાનો નાસ્તો અને ચા કોફીનું પણ આયોજન કરવામાં આવેલ.