Western Times News

Gujarati News

ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ-દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા .

પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. 

જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.

 

દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦ થી વધુ બહેનોને રોજગારી મળે છે.

આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે.

’જીવન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિલેશ જાની એ આ સેવાનો લાભ જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.