Western Times News

Gujarati News

અમદાવાદમાં એક્ટીવા ચોરી કરતી ગેંગો સક્રિય

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હજુ બે દિવસ અગાઉ જ શહેર ક્રાઈમ બ્રાંચે આઠ થી દસ મહિનાના ગાળામાં ૭પ થી વધુ રીક્ષા ચોરીના આરોપીને ઝડપીને વિવિધ પોલીસ સ્ટેશનમાં નો્‌ધાયેલા ગુના ડીટેક્ટ કર્યા છે. બીજી તરફ ગઈકાલે એક જ દિવસમાં પાંચ વિસ્તારમાંથી એક્ટીવા ચોરી થવાની ફરીયાદો નોંધાવા પામતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ વધ્યુ છે.

જુહાપુરા, ફતેહવાડી આમેના પાર્કમાં રહેતા વકીલ માજીતખાન પઠાણે વેજલપુરમાં ફરીયાદ નોંધાવી છે કે ઘરે રીનોવેશનનું કામ ચાલતુ હતુ જેથી એક્ટીવા ઘરની સામે રોડ ઉપર પાર્ક કર્યુ હતુ. જા કે બીજે દિવસે સવારે જાતા તેની ચોરી થજયેલી જણાઈ હતી.

સરખેજ ઓર્કીટ વ્હાઈટ ફિલ્ડ ખાતે રહેતા કેશવ બજાજ પેનેન્ટ તરીકે નોકરી કરે છે. તેમના મોટાભાઈના નામની એક્ટીવા લઈને કેશવભાઈ મિત્રના ઘરે મકરબા ખાતે અનાશ એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. જ્યાંથી ધોળે દિવસે એક્ટીવાની ચોરી થવા પામી હતી.

એક ખાનગી ન્યુઝ ચેનલમાં નોકરી કરતાં દિવ્યેશભાઈ ત્રિવેદની એક્ટીવા લઈ તેમની પુત્રી અંકુર ચાર રસ્તા ખાતે ટ્યુશન કલાસમાં ગઈ હતી. ત્યાંથી સાંજે સાડા પાંચ વાગ્યે પરત ફરતાં એેક્ટીવા ત્યાં જણાઈ ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી. જા કે તે મળી ન આવતા છેવટે દિવ્યેશભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવી છે.

જમાલપુર વસંતરઝબ પોલીસ ચોકી સામે રહેતા કિરણ બાબુભાઈ ચૌહાણ નામની વ્યક્તિ ગઈકાલે ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક પેશાબ લાગતા એક્ટીવા રોકીને પેશાબ કરવા ગયા હતા. જા કે પાંચ મિનિટમાં ગાળામાં તે પરત ફર્યા હતા. ત્યાં સુધીમાં તો ચોર એક્ટીવા લઈને ગાયબ થઈ ગયો હતો.

શહેરભરમાં મોટાભાગે એક્ટીવાની ચોરી થતાં નાગરીકોમાં અસંતોષ સાથે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. બીજી તરફ ફક્ત એક્ટીવાને જ ટાર્ગેટ બનાવતી ટોળકી સક્રિય થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને ટીમો બનાવીને વાહન ચોરી કરતી ગેંગોની માહિતી મેળવી ગુનાઓનો પર્દાફાશ કરવા કાર્યવાહી આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.