આઈટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ ફરીવાર લંબાવાઇ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને ૩૦ નવેમ્બર કરવામાં આવી
અમદાવાદ, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે લોકો આઇટી રિટર્ન ફાઈલ કરે છે તેમના માટે એક મહત્વપૂર્ણ સુચના જારી કરવામાં આવી છે, ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી જાણકારીમાં જણાવાયા અનુસાર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવા ર્નિણય કરાયો છે. જેને લઈને હવે તમેં નવી તારોખ સુધી તમે વેબસાઈટ અથવા ઓફલાઈનથી ટેક્સ્ટ રિટર્ન ફાઈલ કરી શકશો.
જે મુજબ ૩૦ નવેમ્બર ૨૦૨૩ નવી તારીખ નક્કી કરાઈ છે. ક્યાં લોકોને ફાયદો નહિ મળે બીજી બાજુ કંપનીઓને પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવવાની જરૂર છે તેમના માટે ઓડિટ રિપોર્ટ રાજુ કરવાની નિયત તારીખને વધારવામાં આવી છે. નવી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ છે, નવી તારીખ જાહેર થયાં બાદ કોને ફાયદો મળશે તેના વિશે વાત કરીએ તો તેનો લાભ સામાન્ય ટેક્સપેયર્સને નહિ મળે. આવું એટલા માટે કારણ કે સામાન્ય લોકો માટે તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે ધર્માર્થ ટ્રસ્ટ, ધાર્મિક સંસ્થાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને ૩૦ નવેમ્બર કરવામાં આવી છે. તો આ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ હતી.
ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થા અથવા કોઈ વિશ્વ વિદ્યાલય અથવા શૈક્ષણિક તથા ચિકિત્સકીય સંસ્થા દ્વારા ફોર્મ ૧૦બી/ ૧૦ બીબીમાં ૨૦૨૨-૨૩ માટે ઓડિટ રિપોર્ટ રાજુ કરવાની નિયત તારીખને એક મહિનો વધારવામાં આવી છે અને નવી રરીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ છે. સાથે જ નિવેદનમાં ધાર્મિક સંસ્થાઓ, ધર્માર્થ ટ્રસ્ટ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને ૩૦ નવેમ્બર ૨૦૨૩ કરી છે.