કચ્છ અને દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે જે વિરામ લીધો હતો તેના પછી ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી પાડી છે.
ફરી એકવાર મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે જળાશયો પણ છલકાઈ રહ્યાં છે. જાેકે, હવામાન વિભાગની આગાહીને કારણે એલર્ટ રહેવાની પણ જરૂર છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવી જાહેરાત કરી છે. જ્યારે કચ્છ અને દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતના બે જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી રાજ્યમાં સારો એવો વરસાદ થઈ ચુક્યો છે. આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
બીજી તરફ, ૯૦ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. તેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, મહેસાણાનો ધરોઇ ડેમ ૯૩.૫૦% ભરાયો છે. આ ડેમમાં ૫૫૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ, ડેમમાંથી ૫૦૦ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડેમની ભયજનક જળ સપાટી ૬૨૨ ફૂટ સામે હાલમાં ૬૨૦.૩૫ ફૂટે સપાટી પહોંચી છે.SS1MS