Western Times News

Gujarati News

સરસ મેળાના 55 જેટલાં સ્ટોલમાં મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓ વેચાણ માટે મુકાઈ

ડીસા ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળીના હસ્તે સરસ મેળો-૨૦૨૩  ખુલ્લો મુકાયો

(માહિતી બ્યુરો, પાલનપુર)  બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઈ પીલ્લર ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ગ્રામીણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટે સરસ મેળો- 2023 નું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવ હૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-2023 નું ઉદઘાટન ડીસાના ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ મેળામાં 55 જેટલાં વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વલસાડ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ્સ, લાઈવ ફૂડ એન્ડ ફન ના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સખી મંડળોની શરૂઆત કરાવી હતી. જેના થકી મહિલાઓ આજે પગપર બની રહી છે, અને વિવિધ વસ્તુઓ બનાવી તેઓ માર્કેટમાં મૂકી રહી છે. જેના થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. તેમણે બટાટા નગરી ડીસામાં સૌનું સ્વાગત કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સંસદ સભ્યશ્રી દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બંને તે માટે હંમેશા ચિંતા કરે છે. આ સરકારે મહિલા અનામત બિલને સંસદમાં મંજૂર કરીને ને મહિલાઓ આગળ વધે તે માટેની તક પુરી પાડી હોવાનું ઉમેર્યું હતું

આ કાર્યક્રમની આભારવિધિ બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખે કરી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ રાયગોર, અગ્રણીઓ સર્વશ્રી ડો. રાજાભાઈ પટેલ, શ્રી ગલબાજી ઠાકોર, શ્રી કલ્યાણભાઈ રબારી, શ્રી અશોકભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.