Western Times News

Gujarati News

હવે ક્રિકેટ વર્લ્ડકપ નહી: ‘વર્લ્ડ ટેરર કપ’ રમાશે: ખાલિસ્તાનની ફોન કોલથી ચેતવણી

નિજજરની હત્યા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી: ટ્રુડોનું પણ અપમાન કર્યુ છે: ઓટ્ટાવા ખાતેની દૂતાવાસ બંધ કરી દેવા ચેતવણી આપી

દિલ્હીના માર્ગો પર ખાલીસ્તાની સુત્રો બાદ હવે સંસદ ભવનને પણ નિશાન બનાવવાનો સંકેત

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકીઓ મુદે સતત વધી રહેલા રાજદ્વારી તનાવમાં હવે ખાલીસ્તાની ત્રાસવાદી આગામી માસથી ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપને નિશાન બનાવે તેવી શકયતા છે. કેનેડા સ્થિત ખાલીસ્તાની આતંકી ગુરૂપતવંતસિંહ પન્નુ એ એવી ધમકી આપી હોવાનું માનવામાં આવે છે કે ક્રિકેટ વર્લ્ડકપ ટેરર વર્લ્ડકપ બની જશે.

હાલમાં જ દિલ્હીમાં કેટલાક સબ-વે તથા અન્ડરબ્રીજમાં ખાલીસ્તાની તરફી સુત્રો લખાયા હોવાની પણ માહિતી હતી અને શિખ ફોર જસ્ટીસ સંસ્થા તથા કેનેડા સ્થિત તેના અગ્રણી પન્નુએ કેટલાક આતંકીઓને દિલ્હી મોકલ્યા હોવાનું

તથા નવા સંસદ ભવનને નિશાન બનાવવા પ્રયાસ થશે તેવી પણ આશંકા ગુપ્તચર વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે તે સમયે તા.5 ઓકટોના અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં વર્લ્ડકપનો જે ઓપનીંગ મેચ છે તે રમી શકાશે નહી

કેનેડા સ્થિત શિખ ફોર જસ્ટીસના ગુરૂપતવંતસિંહ એ ટ્રેસ ના કરી શકાય તેવા આઈપી પરથી રેકોર્ડેડ ફોન કોલથી ચેતવણી મોકલીના રિપોર્ટ: 

તેવી ધમકી પન્નુએ આપી હોવાનું માનવામાં અનેક લોકોને બ્રિટનથી નંબર +44 7418 343648 પરથી ફોન મળ્યા હતા જેમાં એક ત્રાસવાદી સંદેશ પણ અપાયો હતો જેમાં પન્નુ એવુ કહેતો હોવાનું જણાવ્યું છે કે શહીદ નિજજરની હત્યા બાદ અમો તમારી બુલેટ સામે બેલેટ (મતપત્ર)નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ

અને અમો તમારી હિંસા સામે મતનો ઉપયોગ કરશું. ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ‘વર્લ્ડ ટેરર કપ’ હશે. પન્નુએ ઓટ્ટાવામાં ભારતીય મિશન બંધ કરી દેવા ઉપરાંત જણાવ્યું હતું કે ભારત અને મોદીએ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું અપમાન કર્યું છે.

તેની સલાહ છે કે તેમાં દૂતાવાસ બંધ કરી દો. આ સલાહ કેનેડીયન અને શિખ ફોર જસ્ટીસ ગુરુપતવંતસિંહની સાલાહ છે. આ ધમકી પત્રકાર આદીત્ય રાજ કૌલ નામના પત્રકારને આપી હતી. જો કે તેણે એકસ પર પોષ્ટ કરીને તે આ કોલ રેકોર્ડ કરી શકયા નહી હોવાનું જણાતા ઉમેર્યુ કે ભારતીય એજન્સીઓ તેની તપાસ કરશે. તેણે આ પોષ્ટ એનઆઈએ- ઉતરપ્રદેશ પોલીસ, દિલ્હી પોલીસ અમીત શાહ તથા એસ.જયશંકરને પણ ટેગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.