Western Times News

Gujarati News

ગરીબો માટે ૪ કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું છે, હજુ મારા નામે ઘર નથીઃ મોદી

આદિવાસી વિસ્તારોના યુવાનોને તકો પૂરી પાડતી વખતે યોગ્યતાને પ્રોત્સાહિત કરવાનું અમારું લક્ષ્યઃ મોદી

‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. ૪૫૦૦ કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ

અમદાવાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના છોટાઉદેપુર સ્થિત બોડેલીમાં રૂ. ૫૨૦૦ કરોડથી વધુની કિંમતની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.

તેમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. ૪૫૦૦ કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦’ માટે શિલાન્યાસ અને અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આ વિસ્તાર સાથેનાં પોતાનાં લાંબા જાેડાણને યાદ કર્યું હતું. તેમણે આજે લોંચ થયેલી કે શિલાન્યાસ પામેલી વિવિધ પરિયોજનાઓ પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક કાર્યકર્તા તરીકેના તેમના દિવસો અને આ ક્ષેત્રના ગામોમાંના તેમના સમયને યાદ કર્યા.

તેમણે પ્રેક્ષકોમાં ઘણા જાણીતા ચહેરાઓ જાેઈને ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ આ વિસ્તારના આદિવાસી સમુદાયના સંજાેગો અને જીવનથી ખૂબ નજીકથી પરિચિત છે. જ્યારે તેમણે સત્તાવાર જવાબદારીઓ સંભાળી ત્યારે તેમણે આ વિસ્તાર અને અન્ય આદિજાતિ વિસ્તારોના વિકાસ માટેના તેમના સંકલ્પ વિશે શ્રોતાઓને જણાવ્યું હતું.

તેમણે તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલી ઘણી યોજનાઓની સકારાત્મક અસર જાેઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાળકોને જાેવાના આનંદની વાત કરી, જેમણે હવે શિક્ષક અને એન્જિનિયર તરીકે જીવનમાં સારું પ્રદર્શન કરતા પ્રથમ વખત શાળા જાેઈ છે.

શાળાઓ, માર્ગો, આવાસો અને પાણીની ઉપલબ્ધતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમાજનાં ગરીબ વર્ગ માટે સન્માનજનક જીવનનાં આધાર છે અને આ તેમની પ્રાથમિકતા છે, જેથી મિશન મોડમાં કામ કરી શકાય. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં ગરીબો માટે ૪ કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું છે.

તેમણે કહ્યું હતું કે, અમારા માટે ગરીબો માટે ઘર એ માત્ર સંખ્યા જ નથી, પણ સન્માનને સક્ષમ કરનાર છે. તેમણે જણાવ્યું હતું કે, આ મકાનોની ડિઝાઇન અંગેનો ર્નિણય લાભાર્થીઓ પર છોડવામાં આવ્યો છે અને તેમણે એ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મોટાભાગનાં મકાનો ઘરની મહિલાઓના નામે છે.

તે જ રીતે, દરેક ઘરને પાણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે પાઇપ દ્વારા પાણી મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જલ જીવન મિશન અંતર્ગત ૧૦ કરોડ નવા પાણીનાં જાેડાણો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે પ્રેક્ષકોને કહ્યું કે રાજ્યમાં કામ કરતી વખતે એકત્રિત થયેલ અનુભવ રાષ્ટ્રીય સ્તરે પણ કામમાં આવી રહ્યો છે. તમે મારા શિક્ષક છો. તેમણે કહ્યું.

શૈક્ષણિક ક્ષેત્ર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની પરિયોજનાઓ ગુજરાતને ટોચ પર લાવવાની દિશામાં મોટું પગલું છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા ૨.૦ શાળામાં શિક્ષણ પર સકારાત્મક અસર કરશે.

વિશ્વ બેંકના ચેરમેન સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રો અંગે તેમણે કરેલી વાતચીતને યાદ કરીને મોદીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષે તેમને ભારતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવા વિનંતી કરી હતી અને વિશ્વ બેંક આ ઉમદા કાર્યને ટેકો આપવા તૈયાર છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમજ સંસાધનોની ઊણપ ધરાવતાં વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે. આદિવાસી વિસ્તારોના યુવાનોને તકો પૂરી પાડવાની સાથે સાથે અમારો ઉદ્દેશ યોગ્યતાને પ્રોત્સાહન આપવાનો છે. ,

એ છેલ્લાં બે દાયકાથી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર સરકારનાં ધ્યાન પર પ્રકાશ પાડ્યો હતો. છેલ્લાં બે દાયકા અગાઉ એ શાળા અને કોલેજાેમાં શિક્ષકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં શાળા છોડનારાઓ બન્યાં હતાં. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું ત્યારે રાજ્યના આદિજાતિ પટ્ટાના પ્રદેશોમાં વિજ્ઞાન શાળા ન હોવા અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.