Western Times News

Gujarati News

ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલસિંહ ખૈરાની ધરપકડ

પંજાબની AAP સરકાર આ ધરપકડ દ્વારા રાજ્યના અન્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે.

(એજન્સી)ચંડીગઢ, પંજાબ પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરીને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભુલત્થ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય સુખપાલસિંહ ખૈરાની ચંડીગઢ ખાતેના સેક્ટર-૫ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરતાં સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. Punjab Police has obtained 2-day remand of Congress leader #SukhpalSinghKhaira

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાજિલકાના જલાલાબાદમાં નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ હેઠળ નોંધાયેલા એક નવ વર્ષ જૂના કેસમાં સુખપાલસિંહ ખૈરાની ધરપકડ કરવામાં આવી છે.

કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજા વડિંગે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ આદમી પાર્ટી (આપ) સરકાર આ ધરપકડ દ્વારા રાજ્યના અન્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે.

વિરોધ પક્ષોને ડરાવવાની આ એક કોશિશ છે, પરંતુ કોંગ્રેસ સુખપાલસિંહ ખૈરાની સાથે અડીખમ ઉભી છે અને અમે આ લડાઈને તેના અંજામ સુધી પહોંચાડીશું. ધરપકડ કરાયેલા ધારાસભ્ય સુખપાલસિંહ ખૈરાએ પણ પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને રાજ્યની આપ સરકાર પર મનમાની કરતી હોવાનો આક્ષેપ કર્યાે છે.

અહેવાલો અનુસાર, સુખપાલસિંહ ખૈરાની વર્ષ ૨૦૧૫ના એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ ૨૦૧૫માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ખૈરાને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. ઈડીએ સુખપાલસિંહ ખૈરા પર ડ્રગ્સ કેસના અપરાધીઓ અને નકલી પાસપોર્ટ કૌભાંડીઓને સહકાર આપવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.

ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં ઈડી ખૈરાની ૨૦૧૫થી પૂછપરછ કરી રહી છે. અગાઉ પણ તેમના ભુલત્થ સ્થિત નિવાસસ્થાન પર રેડ પાડવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલસિંહ ખૈરાએ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના ફિલ્મ અભિનેત્રી પરીણીતા ચોપરા સાથેનાં ભવ્ય લગ્ન સમારોહમાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.