Western Times News

Gujarati News

મણિપુરમાં હિંસક તોફાનઃ ભાજપ કાર્યાલય સળગાવાયું

પ્રદેશ ભાજપ પ્રમુખ પર હુમલોઃ ઠેર-ઠેર લશ્કરનાં જવાનો અને તોફાની ટોળા વચ્ચે અથડામણઃ ૫૦થી વધુ ઘાયલ (જૂઓ વિડીયો)

ઈમ્ફાલ, મણિપુરમાં ૩ મેથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. મણિપુરમાં જુલાઈથી ગુમ થયેલા બે મેઇતેઇ વિદ્યાર્થીઓના મૃતદેહોના ફોટા સામે આવ્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી છે. બુધવારે રાજધાની ઈમ્ફાલ સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ હતા. આ હિંસામાં ૫૦ લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના શાળાના વિદ્યાર્થીઓ છે. આશ્ચર્યની વાત એ છે કે જે વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે તેને મણિપુર સરકારે ‘શાંતિપૂર્ણ’ જાહેર કરીને છહ્લજીઁછથી દુર રાખ્યા છે.

વિરોધીઓએ થોબુલ જિલ્લામાં ભાજપ કાર્યાલયને પણ આગ લગાવી ફુંકી માર્યું હતું, ઇમ્ફાલમાં ભાજપ અધ્યક્ષ શારદા દેવીના ઘર પર હુમલો કર્યો અનેમુખ્યમંત્રી એન બિરેન સિંહનું પૂતળું સળગાવ્યું હતું. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી કલેક્ટરના ઘરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બે કારમાં આગ લાગાવી હતી અને કાચ તોડ્યા હતા.

ઇમ્ફાલમાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયરગેસના શેલ અને પેલેટ ગનથી ફાયરિંગ કર્યું હતું. ઇમ્ફાલના સિંગ જામેઈ વિસ્તારના એસ ઉત્તમ નામના ૨૦ વર્ષના વિદ્યાર્થીના માથામાં અનેક છરા ઘૂસી જવાને કારણે તેની હાલત ગંભીર છે.
પોલીસે એક પ્રેસનોટ જારી કરીને કહ્યું કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વાતાવરણ તંગ રહ્યું છે.

પરંતુ સ્થિતિ કાબૂમાં આવી હતી. હિંસા સંબંધિત ઘટનાઓના સંબંધમાં ૧૬૯૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અજય ભટનાગર વિદ્યાર્થી હત્યાકેસની તપાસ માટે તેમની ટીમ સાથે સ્પેશિયલ ફ્લાઈટમાં ઈમ્ફાલ પહોંચ્યા છે.

જાે કે આ હિંસા બાદ રાજ્યમાં ફરી છ મહિના માટે છહ્લજીઁછ લંબાવવાનો ર્નિણય વિવાદમાં આવ્યો છે. જે વિસ્તારોમાં હિંસા થઈ રહી છે તેને શાંતિપૂર્ણ જાહેર કરીને આર્મ્ડ ફોર્સ એક્ટથી દૂર રાખવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે શ્રીનગરના એસએસપી રાકેશ બલવાલની જમ્મુ-કાશ્મીરથી મણિપુર બદલી કરી છે. બલવાલ ૨૦૧૨ બેચના આઈપીએસ અધિકારી છે. તેમને ૨૦૨૧ના અંતમાં શ્રીનગરના એસએસપી બનાવવામાં આવ્યા હતા. હિંસા વચ્ચે તેમને મણિપુર મોકલવામાં આવ્યા છે.

શ્રીનગર એસએસપી તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા બલવાલ સાડા ૩ વર્ષથી ડેપ્યુટેશન પર હતા. બલવાલ એ ટીમના સભ્ય હતા જેણે ૨૦૧૯ના પુલવામા આતંકી હુમલાની તપાસ કરી હતી. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ રાકેશ બલવાલને કેડરમાંથી મણિપુર કેડરમાં સમય પહેલા પાછા મોકલવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

૨૭ સપ્ટેમ્બરે જારી કરાયેલા નોટિફિકેશનમાં ૧૯ મેઈતેઈ પ્રભુત્વ ધરાવતા પોલીસ સ્ટેશનોને છહ્લજીઁછ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આ ૧ ઓક્ટોબરથી કુકી-નાગા વિસ્તારોમાં લાગુ થશે. જે ૧૯ પોલીસ સ્ટેશન વિસ્તારોને છહ્લજીઁછની બહાર રાખવામાં આવ્યા છે

તેમાં ઈમ્ફાલ, લેનફલે, સિટી, સિંગજમેઈ, સેકમઈ, લામસાંગ, પત્સોઈ, વાંગોઈ, પોરોમ્પટ, હેંગેંગ, લામલાઈ, ઈરિલબુંગ, લેમખોંગ, થોબુલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઈરોંગ, કાકચિંગ અને જીરિબમનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ તમામ મેઈતેઈ વિસ્તારો છે. આ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોને ડિસ્ટર્બ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.