Western Times News

Gujarati News

પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

આ નાટ્યોત્સવ ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ અમદાવાદ ખાતે ભજવાશે.

અમદાવાદ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ માણવા મળશે.

વિવેક શાહ પ્રોડક્શન્સ એટલે કે જેમણે નાટકોના અને બીજા બધા પ્રોગ્રામનાં બે હજારથી વધુ શો કર્યા છે. આ અગાઉ પણ પાંચ દિવસના નાટ્યોત્સવ ૧.૦ નું આયોજન કર્યું હતું . જેની સફળતાથી પ્રેરાઈને આ વરસે અગાઉ કરતા પણ વધુ મોટા પાયે સાત દિવસના નાટ્યોત્સવ ૨.૦ નું આયોજન કર્યું છે.

જેમાં એમની સાથે જાેડાયા છે જે.કે.ઇવેન્ટસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને જંપસ્ટાર્ટ ક્રિએટિવ લેબ્સ. આ નાટ્યોત્સવ ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ અમદાવાદ ખાતે ભજવાશે .

એક સપ્તાહ સુધી ચાલનારા આ મહાનાટ્યોત્સવમાં બધા જ નાટકો અલગ અલગ ઝોનર માં ભજવાશે.આ નાટકોના નામ છે અંત વગરની વાત, લગ્ન કર્યા ને લોચા પડ્યા , એટલે પ્રેમ , આઓ કભી હવેલી પે , સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર , અંદર અંદર પોરબંદર , ગુજરાતીમાં કેટલા અને વિદેશી વહુ તને શું કહું ? હવે નાટકોના નામ વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ નાટકોના ઝોનર શું હશે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.