હાલોલ -પાવાગઢ રોડ પાસે અફિણના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
(પ્રતિનિધિ)હાલોલ, પંચમહાલ પોલીસની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે હાલોલ- પાવાગઢ બાયપાસ રોડ પર જાંબુડી ગામ તરફ જવાના માર્ગ પર બે ઈસમોને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે અફિણ,મોબાઈલ,કાર સહિતનો ૫,૨૨,૩૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ પોલીસની એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગ માં હતી. તે દરમિયાન ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે બે ઈસમો ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ નો મુદ્દામાલ લઇ પાવાગઢ તરફ થી હાલોલ થઇ ગોપીપુરા તરફ જવાના છે.
જે બાતમીના આધારે પોલીસે ટુકડીઓ બનાવી બાતમી વળી ગાડી ની વોચમાં હાલોલ પાવાગઢ બાયપાસ રોડ જાંબુડી જવાના રસ્તા પર ગોઠવાઈ ગયા હતા. બાતમી વાળી ગાડી આવતા તેને રોકી ગાડી માં સવાર ઈસમો નું નામ મયૂરકુમાર દિલીપભાઈ પરમાર અને ભુપેન્દ્રભાઈ શંકરભાઇ બારીયા જણાવ્યુ હતુ.
પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરવામા આવતા સીટ કવર ની પાછળ ના ભાગે થી કથ્થાઈ કલર નો નરમ પદાર્થ મળી આવેલ.ખાત્રી પૂર્વક તપાસ કરતા ૪૮૦ ગ્રામ માદક પદાર્થ અફીણ હોવાનું જણાઈ આવ્યુ હતુ.પોલીસે તેમની અટકાયત કરીને રૂ.૧૨૦૦૦/- નું અફીણ, રૂ.૮૦૦૦/- ના મોબાઈલ,
રૂ. ૫૦૦૦૦૦ લાખની કાર મળી કુલ રૂ. ૫,૨૨,૩૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનોનોંધી કાયદેસર તપાસ હાથ ધરવા પામી છે.