Western Times News

Gujarati News

ગુજકોમાસોલ અમરેલીમાં અતિ આધુનિક તેલ મિલ નાખશે

ભારતની પ્રથમ ઓર્ગેનાઈઝ સહકારી રીટેઈલ ચેઈન શરૂ કરવા સાધારણ સભામાં જાહેરાત

અમદાવાદ, ગુજકોમાસોલ સરકારના સહયોગથી અને નાફેડ સાથે મળીન ગુજકો નાફેડ એગ્રો કંપની બનાવીને અમરેલીમાં આધુનીક ઓઈલ મીલ નાખશે એવી જાહેરાત ગુજકોમાસોલ અને ઈફકોના ચેરમેન દીલીપ સંઘાણીન્એ કરી હતી.

ગુજકોમાસોલ ર્વાષિક સાધારણ સભામાં ચેરમેન દીલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન બીપીન પટેલ ગોતાએ જાહેર કર્યું હતું કે ગુજકોમાસોલ ટુંક સમયમાં જ ભારતમાં સર્વપ્રથમ ઓર્ગેનાઈઝેડ સહકારી રીટેઈલ ચેઈન પ્રસ્તુત કરશે.

જેને ગુજકો મીની આર્ટ ગુજકો સુપરમાર્ટ અને ગુજકો માર્ટના નામથી ઓળખવામાં આવશે. તેમણે એમ પણ કહયું કે, ભરૂચના વસુગણા ખાતે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેકટના રાજયપાલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

નવી સહકાર નીતી અનુસાર સંસ્થાઓને કોમ્પ્યુટરાઈઝડ કરવાનુું આહવાન થયું છે. ત્યારે ગુજકોમાસોલમાં આધુનીક ઈઆઅરપી સીસ્ટમ બનાવાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવવી છે.

તમામ લાયઝન અધિકારીઓને પ્રિન્ટર સાથે લેપટોપ આપવામાં આવ્યા છે. ગુજકોમાસોલ ગુજકો એટલે કે ગુજરાત કો-ઓપરેટીવની નવીન બ્રાનડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

એમ જણાવી તેમણે ઉમેયું હતું કે, ગુજકોમાસોલએ રાજયની ટોચનું માર્કેટીગ ફેડરેશન હોઈ આ નવીન બ્રાન્ડથી નાની મોટી તમામ સહકારી સંસ્થાઓની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની દિશામાં પણ કામગીરી કરશે.

ગુજકોમાસોલ વર્ષ ર૦રર-ર૩માં રૂ.૪૭૬૪.૩૩ કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ટર્ન ઓવર કર્યું છે. જયારે રૂ.૬૯.૩૪ કરોડ ગ્રોસ નફો અને તમામ જાેગવાઈઓઅ બાદ કરી રૂ.ર૩.૪ર કરોડના નેટ નફો કર્યો છે. જે ગત સાલના રૂા.૭.રર કરોડ નેટ નફાની સામે લગભગ ત્રણ ગણાથી પણ વધુ છે. બોર્ડે દ્વારા ચાલુ સાલે ર૦ ટકા ડિવીડન્ડની ભલામણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.