Western Times News

Gujarati News

નર્મદા નદીમાં આવેલ પૂર લોકોના મગજ પર અસર કરી ગયું: PTSDના કેસો વધ્યા

ભરૂચના મનોચિકિત્સકને PTSD ના કેસો અને ફોન કોલ મળી રહ્યાં છે

ભરૂચ, નર્મદામાં આવેલ પુર બાદ લોકો આઘાતમાં જાેવા મળી રહ્યા છે.પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડરનો ભોગ બની રહેલી ભરૂચના પુરગ્રસ્તો મહામારી કોરોના બાદ પુરના પાણી ફરી વળતા પાયમાલ બનેલા લોકો માનસિક આઘાતમાં ધકેલાઈ રહ્યા છે. અચાનક આવેલું પાણી જ લોકોને વારંવાર યાદ આવી રહ્યું છે. ભરૂચના મનોચિકિત્સકને PTSDના કેસો અને ફોન કોલ મળી રહ્યાં છે.

નર્મદાનું અચાનક આવેલું અકલ્પનિય પુર હવે ભરૂચ જીલ્લાના પુરઅસરગ્રસ્તોની માનસિક પરિસ્થિતિને પણ ડુબાડી રહ્યાં છે.મહામારી કોરોના બાદ નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે ફરીથી કેટલાય પીડિતોને માસ સામુહિક માનસિક આઘાતમાં પણ સેરવી દીધા છે.

અચાનક આવેલું અધધ પાણી અને તે પાણીમાં ઘરવખરી,અનાજ-પાણી, પશુધન સહિતની ચીજવસ્તુઓ સાથે પોતે પણ તણાઈ રહેલા નજર સમક્ષ જાેયેલા દ્રશ્યો અને પ્રત્યક્ષ અનુભવેલી વેદના લોકોના જનમાનસ પરથી ખસી રહી નથી.
ભરૂચના બાળકોના મનોચિકિત્સક ડૉ.સાજીદ ડે આ માનસિક બીમારીને પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD કહી રહ્યાં છે. (Post traumatic Stress Disorder)

આ માનસિક બીમારીમાં કુદરતી આફતો પુર,ભૂકંપ,વાવાઝોડા,યુદ્ધ સહિતમાં સામુહિક કે વ્યક્તિગત આફત બાદ પીડિતોમાં આ બીમારી જાેવા મળે છે.હાલ નર્મદાના પુર બાદ બાળકો,મહિલાઓ, વૃધ્ધો સહિત કેટલાય પુરગ્રસ્તોમાં પુર વખતના બિહામણા દ્રશ્યો અને સતત પુરનો ભય દૂર હટી રહ્યો નથી.

કેટલાકને પુરનો આઘાતજનક બનાવ વારંવાર યાદ આવી રહ્યો છે.પૂરના પેનિક એટેક આવી રહ્યાં છે. ફરીથી એ જ પુરનો બનાવ બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે.ઊંઘ ન આવવી, વારંવાર ગભરાઈને જાગી જવું જેવી ફરિયાદો સાથે માતા-પિતાના ફોન પણ મનોચિકિત્સક ઉપર જઇ રહ્યાં છે.

હોનારત બાદ જનમાનસમાં મોટા પાયે માનસિક અસર પહોંચાડે છે.તેનાથી દર્દીને બહાર લાવી સ્વસ્થ કરવા કાઉન્સિલીગ, પ્રેમ, હૂંફ,  કસરત અને દવાઓનો ઉપચાર આપવામાં આવે તો આવા દર્દીઓને આવી બીમારી માંથી દુર કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.