Western Times News

Gujarati News

45 લાખની લૂંટની તપાસમાં પોલીસની 12 ટીમો જાેડાઈ

મહેસાણા જિલ્લાના જાેટાણા ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખના પરિવારને બંધક બનાવી લૂંટ કરી હતી

મહેસાણા, મહેસાણા જિલ્લાના જાેટાણા ગામે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ઘરમાં સોમવારે ભરબપોરે પાંચ બુકાનિધારીઓએ રિવોલ્વર અને ચપ્પાની અણીએ પરિવારની મહિલાઓ સહિત પાંચને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી રૂ.૪૪.૯રની મત્તાની લૂંટ ચલાવતાં દોડતી થઈ ગયેલી પોલીસે ૧ર ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાેટાણામાં જ પેટ્રોલપંપ ધરાવતા મૃગેશભાઈ નવિનચંદ્ર ચાવડાના જીઈબી રોડ પર આવેલા પ્રેરણા બંગ્લોઝમાં સોમવારે બપોરે બે વાગ્યે અંદાજીત રપથી ૩પ વર્ષની ઉંમરના પાંચ બુકાનિધારીઓ ત્રાટક્યા હતા

આ શખ્સોએ રિવોલ્વર અને ચપ્પુ બતાવી ઘરમાં હાજર મૃગેશભાઈના પત્ની ઈલાક્ષીબેનને થપ્પડો મારીને તેમના માતાને પણ ઈજા પહોંચાડીને તે બે તેમજ ૯૦ વર્ષના મૃગેશભાઈના દાદી તેમજ બે બાળકોને બાંધી દઈ રૂમમાં પુરી દીધા હતા.

બંધક બનાવી દીધા હતા એકાદ કલાક સુધી તેમણે ઘરમાં તિજાેરીઓ અને કબાટો ફંફોસી આશરે ૮૦ તોલા સોનાનાં ઘરેણાં, ૬ કિલો ર૦૦ ગ્રામ જેટલા વજનના ચાંદીના ઘરેણાં તેમજ રૂ.૧.ર૦ લાખ રોકડ મળી રૂ.૪૪.૯ર લાખની મત્તાની લૂંટ કરી કારમાં નાસી ગયા હતા.

આ ઘટના અંગે ઈલાક્ષીબેનની ફરિયાદના આધારે સાંથલ પોલીસ મથકે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાએ ઘટનાની તપાસ સોંપાઈ છે ત્યારે એલસીબીન, એસઓજી, પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસની ૧૦થી ૧ર ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કિયા સેલ્સટોસ જેવી કારમાં લુંટારા નાસી ગયા હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે પોલીસે જાેટાણાથી નીકળતા તમામ રૂટ પરના સીસીટીવી કૂટેજની ચકાસણી હાથ ધરી છે. પોલીસે રપ થી ૩૦ જેટલા સાક્ષીઓ તેમજ ગુનાહિત ભૂતકાળ ધરાવતા શકમંદોની પૂછપરછ કરી છે, તો આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે

અને બાતમીદારો સક્રિય કરીને તેમજ ટેકનિકલ પદ્ધતિથી લૂંટારાઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જાેકે ગ્રામ્ય વિસ્તાર હોઈ સીસીટીવી ખૂબ ઓછા અને તેની ગુણવત્તા પણ સારી ન હોવાથી પોલીસને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સીસીટીવી કૂટેજની ધારી મદદ મળી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.