Western Times News

Gujarati News

કંગના રનૌતની ફિલ્મ “ચંદ્રમુખી 2” ને કારણે જવાનની કમાણી પર પણ અસર

મુંબઈ, હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહેતી અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. જોકે, ચંદ્રમુખી 2નો સાઉથમાં વધુ ક્રેઝ છે. ફિલ્મે પહેલા દિવસે 7.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેને સારી ઓપનિંગ માનવામાં આવે છે.

ચંદ્રમુખી 2 એ પી વાસુ દ્વારા નિર્દેશિત એક હોરર કોમેડી ફિલ્મ છે. તમિલ અને તેલુગુ સિવાય સાઉથની ફિલ્મ ચંદ્રમુખી 2 હિન્દીમાં પણ રિલીઝ થઈ છે.

હાલમાં જ રીલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ જવાન હવે જોખમમાં છે. 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ (Jawan)ની કમાણી ઘટવા લાગી છે.

છેલ્લા 3 અઠવાડિયાથી જોરદાર કમાણી કરી રહેલા જવાનને આ અઠવાડિયે રિલીઝ થયેલી રિચા ચઢ્ઢાની ફિલ્મ ફુકરે 3 અને કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 દ્વારા સ્પર્ધા આપવામાં આવી રહી છે. બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી છે, જેના કારણે જવાનની કમાણી પર પણ અસર પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.