Western Times News

Gujarati News

150 કરોડ ખર્ચાશે ગોતા-ગોધાવીની ખુલ્લી કેનાલને બોક્સમાં પરિવર્તિત કરવા પાછળ 

પ્રતિકાત્મક

ઘાટલોડિયા વોર્ડમાં રૂા.૭.૧૩ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરના વિસ્તૃતીકરણ કરવાના પ્રોજેક્ટથી છેવાડાના વિસ્તારના રહીશોને પૂરતા પ્રેશરથી પાણી પુરૂં પાડી શકાશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા વિસ્તારમાંથી પસારથતી ૧૬.૪૬૦ કિમી લંબાઈ ધરાવતી ગોતા-ગોધાવી કેનાલ ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો માટે ભારે પરેશાનીનું કારણ બનતી રહી છે.

અમુક જગ્યાએ ખુલ્લી કેનાલના કારણે થતી ગં કી તથા મચ્છરના ઉપદ્રવથી અવાનવાર રોગચાળો ફાટી નીકળે છે, જાે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ.૯૭ કિમી લંબાઈમાં RCC બોક્સની કામગીરી કરાઈ છે. હવે કેટલોક વિસ્તાર છોડીને બાકીની ૭,૩૪૬ કિમી લંબાઈની ગોતા-ગોધાવીની ખુલ્લી કેનાલને આરસીસી બોક્સથી ઢાંકી દેવાશે, જેની પાછળ આશરે રૂા.૧પ૦ કરોડ ખર્ચાશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આ અંગે વધુ માહિતી આપતાં કહે છે, આવતી કાલે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે ત્રાગડના શ્રી બહુચર સત્સંગ હોલની સમેના ખુલ્લા પ્લોટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન તેમજ ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહના હસ્તે

મ્યુનિ. કોર્પોરેશન અને ઔડાના સંયુક્ત ઉપક્રમે રૂા.૧૬પ૧ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે, જેમાં ઓકાફ તળાવ, ભાડજ ગામ તળાવ, ઓગણજ ગામ તળાવ, જગતપુર ગામ તળાવ ખાતે ખાતમુહૂર્ત થશે અને ત્રાગડના લલિતા ગોંવિદ ઉદ્યાનનું લોકાર્પણ કરાશે.

આ ઉપરાંત ગોતા-ગોધાવી કેનાલને રી-મોલ્ડ કરી રિ-કન્સ્ટ્રકશનના કામમાં ખુલ્લી કેનાલને બોક્સમાં પરિવર્તિત કરવાના જનસુવિધાને લગતા મહત્ત્વપૂર્ણ કામનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે તેમ જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે, અગાઉ મ્યુનિ. કોર્પાે. અને ઔડા વિસ્તારમાંથી પસાર થતી

આ કેનાલને સંપૂર્ણ લાઈનિંગ કરી તેને જુદી-જુદી જગ્યાએ પ૯૭૦ મીટર લંબાઈમાં સ્લેબ ભરી કવર કરવાની કામગીરી કરાઈ હતી. ૯૦ર૬ મીટર લંબાઈની કેનાલને ખુલ્લી રાખી સીસી લાઈનિંગની તથા કેનાલને સમાંતર પાકા રોડ બનાવવાની કામગીરી કરાઈ હતી. કેનાલને ક્રોસ કરતા નવા ટીપી રોડ પર બોક્સ કલવર્ટ બનાવાયા છે,

જેથી કેનાલની બંને બાજુ આવેલી કોલોની તથા ફ્લેટના રહેવાસીઓને તેમજ વાહનોને કેનાલ ક્રોસ કરવા માટે લાંબું અંતર કાપવું પડતું નથી.

હાલમાં ખુલ્લી કેનાલની આજુબાજુમાં પણ ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જેના કારણે તે જગ્યાએ પણ આરસીસી બોક્સ બનાવીને કવર કરવાની કામગીરી રૂા.૧૩૦ કરોડના ખર્ચે કરાશે, જેમાં રોડના રૂા.૧૮ કરોડનો ખર્ચ ઉમેરતા આશરે રૂા.૧પ૦ કરોડના ખર્ચે રાજ્ય સરકારના સહયોગથી કામગીરી હાથ ધરાશે.

આ કામગીરી હેઠળ સાયન્સ સિટીની અંદરની તથા છેલ્લે ધોળકા બ્રાંચ કેનાલથી ગોધાવી તળાવ સુધીની ૧.૬ર૩ કિમી લંબાઈને છોડીને બાકીની ૭.૩૪૬ કિમી લંબાઈને આરસીસી બોક્સ કરવાનું આયોજન હાથ ધરાશે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં આવેલા વિધાતા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાં હયાત ભૂગર્ભ ટાંકીની ક્ષમતા ૧૦૪,પ૦ લાખ લિટરની છે, જેમાં છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે વિધાતા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને રૂા.૭.૧૩ કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આ પ્રોજેક્ટનું પણ આવતી કાલે ખાતમુહૂર્ત હોઈ ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું વિસ્તૃતીકરણ થવાથી છેવાડાના વિસ્તારમાં પણ પૂરતા પ્રેશરથી પાણી પુરૂં પાડી શકાશે તેમ પણ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાં દાણી કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.